Not Set/ પોલીસની દાદાગીરી, મંતવ્ય ન્યૂઝના કેમેરામેનને ધક્કે ચડાવતા ઈજા, પત્રકારોમાં ભારે રોષ

અમદાવાદ: હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેના નિવાસસ્થાનમાં જઈ રહેલા પત્રકારોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમને ધક્કે ચડાવ્યા હતા. જેના કારણે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામેનને પોલીસે ધક્કે ચડાવતા તેને ઈજાઓ પહોંચી હતી. હાર્દિક પટેલના ઉપવાસનું કવરેજ કરતા મીડિયાકર્મીઓ પર હુમલા પછી પત્રકારોમાં ભારે રોષ […]

Top Stories Ahmedabad Gujarat Trending
Ruffianism of Police, injury to cameraman of Mantavya news

અમદાવાદ: હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેના નિવાસસ્થાનમાં જઈ રહેલા પત્રકારોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમને ધક્કે ચડાવ્યા હતા. જેના કારણે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામેનને પોલીસે ધક્કે ચડાવતા તેને ઈજાઓ પહોંચી હતી.

હાર્દિક પટેલના ઉપવાસનું કવરેજ કરતા મીડિયાકર્મીઓ પર હુમલા પછી પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો.ન્યૂઝ અને પ્રિન્ટ મીડિયામાં કામ કરતાં પત્રકારોએ આ ઘટનાને એક સુરે વખોડીને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા રાજ્ય સરકારને અપીલ કરી હતી.પત્રકારોએ ગાંધીનગરમાં એકઠાં થઈને મુખ્યમંત્રીને આવેદન આપવાની પણ તૈયારી કરી હતી.

Ruffianism of Police, injury to cameraman of Mantavya news
mantavyanews.com

હાર્દિક પટેલને જે સમયે હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરીને તેના નિવાસ સ્થાને લઇ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન હાર્દિકના નિવાસસ્થાન ગ્રીનવુડ રિસોર્ટની બહાર મોટી સંખ્યમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Ruffianism of Police, injury to cameraman of Mantavya news
mantavyanews.com

પોલીસ દ્વારા હાર્દિકના નિવાસસ્થાનમાં પત્રકારોને જતાં અટકાવવામાં આવ્યા હતા. જેના કારણે કેટલાક કેમેરામેનના કેમેરા ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પત્રકારો સાથે પોલીસ દ્વારા દાદાગીરી કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

Ruffianism of Police, injury to cameraman of Mantavya news
mantavyanews.com

પોલીસે ટીવી કેમેરામેનને કેમેરાથી શૂટિંગ કરવાનો ઇન્કાર કરીને દાદાગીરી કરવામાં આવી હતી. એટલું જ નહિ, પોલીસ દ્વારા મંતવ્ય ન્યૂઝના કેમેરામેનને અટકાવીને તેનો કેમેરા ઝૂંટવવાનો પ્રયાસ કરાયો હતો જેના કારણે મંતવ્ય ન્યૂઝના કેમેરામેનના માથાના ભાગે ઈજાઓ પહોચી હતી.

Ruffianism of Police, injury to cameraman of Mantavya news
mantavyanews.com

પોલીસ દ્વારા અન્ય કેમેરામેન અને પત્રકારો સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. જેના કારણે થોડો સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું.