Not Set/ Exclusive Interview : ગુજરાતમાં 26માંથી 7 જેટલી લોકસભા બેઠકો કોંગ્રેસને મળશે : પત્રકાર રાજદીપ સરદેસાઈ

“રાજદિપ સરદેસાઇ” આમતો પરિચયનાં મોહતાજ નથી જ, પત્રકારત્વ જગતમાં પદ્મશ્રી રાજદિપ સરદેસાઇ એક વિરલ વ્યક્તિત્વ છે. હાલ જ્યારે ચૂંટણી 2019 તેની ચરમસીમા પર છે અને દેશભરની નજર 23 તારીખનાં પરિણામો પર છે ત્યારે રાજદિપ જેવા નિવડેલા પત્રકારનાં એક વિશ્લેૃશક બોલની કિંમત જીજ્ઞાસુઓ માટે એક કોહિનૂર સમાન છે. જેટલું વિરલ વ્યક્તિત્વ તેટલા જ સરળ માણસ એવા […]

Top Stories Gujarat
RS3 Exclusive Interview : ગુજરાતમાં 26માંથી 7 જેટલી લોકસભા બેઠકો કોંગ્રેસને મળશે : પત્રકાર રાજદીપ સરદેસાઈ

“રાજદિપ સરદેસાઇ” આમતો પરિચયનાં મોહતાજ નથી જ, પત્રકારત્વ જગતમાં પદ્મશ્રી રાજદિપ સરદેસાઇ એક વિરલ વ્યક્તિત્વ છે. હાલ જ્યારે ચૂંટણી 2019 તેની ચરમસીમા પર છે અને દેશભરની નજર 23 તારીખનાં પરિણામો પર છે ત્યારે રાજદિપ જેવા નિવડેલા પત્રકારનાં એક વિશ્લેૃશક બોલની કિંમત જીજ્ઞાસુઓ માટે એક કોહિનૂર સમાન છે. જેટલું વિરલ વ્યક્તિત્વ તેટલા જ સરળ માણસ એવા પદ્મશ્રી રાજદિપ સરદેસાઇ સાથે દિલ્હીમાં મંતવ્ય ન્યૂઝનાં મહિલા પત્રકાર સોનલ અનડકટે ખાસ વાતચીત કરી.

RS1 Exclusive Interview : ગુજરાતમાં 26માંથી 7 જેટલી લોકસભા બેઠકો કોંગ્રેસને મળશે : પત્રકાર રાજદીપ સરદેસાઈ

પદ્મશ્રી રાજદિપ સરદેસાઇ સાથે મંતવ્ય ન્યૂઝનાં મહિલા પત્રકાર સોનલ અનડકટની વાતચીત સોનલનાં જ શબ્દોમાં….

દેશનાં રાજકારણ પર દિલ્હીમાં બેસીને નજર રાખનારા પદ્મશ્રી રાજદીપ સરદેસાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વિશે તેમણે જે તલસ્પર્શી જવાબો આપ્યા, તેનાથી કોગ્રેસ અને ભાજપની ખામીઓ અને ખૂબીઓ બંને સપાટી પર આવી ગયા. તેમનો ટૂંકસાર એ જ હતો કો જાે કોંગ્રેસે ચૂંટણીનો જંગ જીતવો હોય તો તેણે પ્રોફેશનલ બનવાની ખાસ જરૂર છે, નહીંતર આ લોકસભા ચૂંટણીજંગમાં મોદી, મશીન અને મની કોંગ્રેસ પર ભારે પડી શકે છે.

RS Exclusive Interview : ગુજરાતમાં 26માંથી 7 જેટલી લોકસભા બેઠકો કોંગ્રેસને મળશે : પત્રકાર રાજદીપ સરદેસાઈ

નોએડા ખાતે આવેલી રાજદીપ સરદેસાઈની ઓફિસ ખાતે અમે ગયા ત્યારે સિમ્પલ ગ્રીન ટિશર્ટ અને ખાખી પેન્ટ પહેરીને સામે આવેલા રાજદીપ સરદેસાઈ એકદમ ડાઉન ટુ અર્થ લાગ્યા. રાજકારણનો બહોળો અનુભવ ધરાવનાર રાજદીપ સરદેસાઈએ કોંગ્રેસને પરિવારવાદની પાર્ટી ગણાવી. તો સાથે સાથે ભાજપને મોદીભક્ત વ્યક્તિપૂજા કરતી પાર્ટી પણ ગણાવી. બંને પક્ષો અંતિમ છેડા પર હોવાનો તેમનો મત હતો. મોદીને આગળ કરીને હાલ ભાજપ ચૂંટણીજંગ લડી રહ્યો છે ત્યારે મોદીના ઉત્તરાધીકારી વિશે તેમને સવાલ કરતા રાજદીપનો જવાબ હતો કે ભાજપ પણ કોંગ્રેસના માર્ગે જઈ રહ્યો છે.

RS2 Exclusive Interview : ગુજરાતમાં 26માંથી 7 જેટલી લોકસભા બેઠકો કોંગ્રેસને મળશે : પત્રકાર રાજદીપ સરદેસાઈ

કોંગ્રેસે અગાઉ ઈન્દિરા ગાંધીના ચહેરાને આગળ કરીને લડાઈ લડી અને હવે ભાજપ મોદીને આગળ કરીને લડી રહ્યો છે. ઈન્દિરા ગાંધીના અસ્ત બાદ કોંગ્રેસમાં શૂન્યાવકાશ સર્જાયો તેવો જ શૂન્યાવકાશ ભવિષ્યમાં મોદીના ગયા બાદ ભાજપમાં પણ સર્જાશે તેવી ભિતી તેમણે વ્યક્ત કરી. જો કે તેમણે નરેન્દ્ર મોદીને બેસ્ટ માર્કેટર અને ભાજપને બેસ્ટ મેનેજરો ધરાવતી પાર્ટી ગણાવી. જે પ્રકારે મોદી માર્કેટીંગ સ્કીલ્સનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચી રહ્યા છે. તે આવડત કોંગ્રેસ પાસે નથી. ભાજપ પાસે સારા મેનેજર્સ પણ છે અને સાથે સાથે વફાદરા કાર્યકર્તાઓની ફોજ પણ છે. પરંતુ આ બાબતમાં કોંગ્રેસ કમજોર છે. કોંગ્રેસ પાસે હવે ખુબ થોડા કાર્યકર્તા બચ્યા હોવાનો મત રાજદિપ સરદેસાઈએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના રાજકારણ વિશે બોલતા રાજદિપ જણાવે છે કે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પૈકી છથી સાત બેઠકો, આ વખતે કોંગ્રેસ લઈ જશે. માત્ર ગુજરાત જ નહી, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં પણ આ વખતે ભાજપની બેઠકો ઘટશે કારણકે, વર્ષ 2014માં જે મોદી લહેર હતી. તે આ વખતે જાેવા નથી મળી રહી. જાેકે ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાેડીએ લોકસભા ચૂંટણી સંદર્ભે દોઢ વર્ષ પહેલાથી જ તૈયારીઓ આરંભી દીધી હતી જ્યારે કોંગ્રેસ છેક ડિસેમ્બરમાં હરકતમાં આવી.