પ્રવાસ/ PM મોદી ગુજરાતની મુલાકાતે, એરપોર્ટથી કેવડિયા જવા રવાના, જાણો શું છે કાર્યક્રમ?

વડા પ્રધાન મોદી આજે એકવાર ફરી રાજ્યની મુલાકાતે આવી ચુક્યા છે. તેઓ થોડા સમય પહેલા જ અમદાવાદનાં એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે.

Ahmedabad Gujarat
Mantavya 101 PM મોદી ગુજરાતની મુલાકાતે, એરપોર્ટથી કેવડિયા જવા રવાના, જાણો શું છે કાર્યક્રમ?
  • PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
  • એરપોર્ટથી કેવડિયા જવા રવાના
  • કેવડિયામાં કમ્બા.કમાન્ડર કોન્ફરન્સમાં લેશે ભાગ
  • સમાપન સમારોહને કરશે સંબોધન
  • રાજનાથસિંહ,ડોભાલ સહિત અગ્રણીઓ રહેશે હાજર

વડા પ્રધાન મોદી આજે એકવાર ફરી રાજ્યની મુલાકાતે આવી ચુક્યા છે. તેઓ થોડા સમય પહેલા જ અમદાવાદનાં એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. આપને જણાવી દઇએ કે, વડા પ્રધાન એરપોર્ટથી કેવડિયા જવા રવાના થઇ ચુક્યા છે.

Justice for Aayesha / આરીફે ફોનનો ડેટા ડિલીટ કરી નાખ્યો, ડેટા રિકવર માટે FSL પાસે મોકલશે

વડા પ્રધાન મોદી કેવડિયામાં કમ્બાઇન્ડ કોન્ફરન્સમાં ભાગ લેશે. જણાવી દઇએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ફરન્સમાં હાજરી આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. વળી આપને જણાવી દઇએ કે, આગામી સપ્તાહનાં 12 માર્ચનાં રોજ શુક્રવારે ઐતિહાસિક દાંડી કૂચનાં આરંભની 91મી વર્ષગાંઠ છે. આ દિવસે ગાંધી વિચાર, સત્યાગ્રહને સાંપ્રત સમયમાં વૈશ્વિક  ફલક પર લઈ જવા ભારત સરકાર દ્વારા સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી  સુધી 21 દિવસની યાત્રાનું આયોજન થઈ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો શુભારંભ કરાવશે અને જ્યા સમાપન સમારોહને તેઓ સંબોધન કરશે. જ્યા રાજનાથ સિંહ, અજીત ડોભાલ સહિત અગ્રણીઓ હાજર રહેશે. જણાવી દઇએ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનાં વિજય બાદ પહેલીવાર વડા પ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજ્યનાં સરકારી પદાધિકારીઓ વડાપ્રધાન મોદીને મળશે.

Covid-19 / બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ

આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી આજે સવારે અમદાવાદ હવાઈ મથકે આગમન થતા ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ દેવવ્રત તથા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ સી.આર.પાટીલ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા ગુજરાત રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ