ગુજરાત/ વડોદરામાં કુતરાનાં ખસિકરણ પાછળ રૂ.6 કરોડનો ધુમાડો પણ પરિણામ શૂન્ય

આ વર્ષે છેલ્લા ૬ મહિનામાં રખડતા કૂતરાઓનાં કારણે ૩૩૩4 શહેરીજનોને ઇજા પહોંચી છે. એટલે ઉરોજનાં 22 લોકો કૂતરાનો શિકાર બની રહ્યા છે.

Top Stories Gujarat Vadodara
ડોગ

વડોદરા શહેરમાં દર વર્ષે ખસીકરણની કામગીરી કરવા છતાં હજી કૂતરા કરડવાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં પાલિકાએ રૂ. 6.36 કરોડનો ખર્ચ કરવા છતાં શહેરમાં દરરોજ 22 લોકો કૂતરાનો શિકાર બને છે. ગત વર્ષની સરખામણીમાં જાન્યુઆરીથી મે સુધીનાં 5 મહિનામાં 3027 સામે આ વર્ષે 3334 લોકોને કુતરા કરડ્યા છે. બીજી તરફ છેલ્લા 6 મહિનામાં 4359 કૂતરાઓનું ખસીકરા થયું હોવાના પાલિકાએ દાવો કર્યો છે. પાલિકાએ વર્ષ 2013-14માં શહેરમાં સ્ટ્રીટ રોગની ગણતરી કરી હતી. જેમાં તે સમયે 14 હજાર જેટલા સ્ટ્રીટ ડોગ હતા. જો કે ત્યારબાદ અત્યાર સુધી પાલિકાએ રૂ. 6.36 કરોડના ખર્ચે 63 હજાર કૂતરાઓનું ખસીકરણ કર્યું છે. તેમ છતાં કૂતરા કરડવાના બનાવોમાં વધારો નોંધાયો છે. વર્ષ 20121માં શહેરમાં કૂતરા કરડવાના 7094 બનાવો પાલિકાના ચોપડે નોંધાયા છે. જેમાં એક દિવસમાં 20 લોકોને કુતરા કરડવાના બનાવ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે છેલ્લા ૬ મહિનામાં રખડતા કૂતરાઓનાં કારણે ૩૩૩4 શહેરીજનોને ઇજા પહોંચી છે. એટલે દરરોજનાં 22 લોકો કૂતરાનો શિકાર બની રહ્યા છે.

આ પણ વાંચો : મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી, LPG સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો