ગુજરાત/ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં પણ અનામી પારણું ખુલ્લું મુકાયું 

તાજા જન્મેલા બાળકોને કોઈપણ જગ્યાએ, ઝાડી કાંટા, અવાવરું જગ્યાએ  ફેંકી દેવામાં આવતા હોય છે.

Gujarat
Untitled 3 2 સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં પણ અનામી પારણું ખુલ્લું મુકાયું 

સુરેન્દ્રનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, અને આવા તાજા જન્મેલા બાળકોને કોઈપણ જગ્યાએ, ઝાડી કાંટા, અવાવરું જગ્યાએ  ફેંકી દેવામાં આવતા હોય છે. જેથી બાળકને જીવ જવાનો કે મોટી ઇજાઓ થવાનો કે જનાવર કોઇ અંગને નુકશાન કરે તેવા બનાવો ન બને તે હેતુથી અને કાયદાકીય જોગવાઈઓ મુજબ બાળકોને અગમ્ય જગ્યાએ ન ફેંકવા અનુરોધ કરવાની સાથે જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગની સામે રૂમ નંબર 30 પાસે અનામી પારણું ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ  પણ  વાંચો:રકારી ગાઇડલાઈનનો ભંગ / વેકસીનનો ડોઝ લીધો હોય કે ન હોય, મહાપાલિકામાં તમામને એન્ટ્રી આજે મળી

જે અન્વયે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.હરીશ વસેટીયન, મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારિયા, ગાંધી હોસ્પિટલના એ.એચ.એ.મયુર પંચાલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીજે.કે.ચૌહાણ,  રવિરાજસિંહ ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, અધિક્ષક જયેશ સાપરા, પ્રકાશ ગોહિલ તથા સ્ટાફ દ્વારા અનામી પારણું ખુલ્લું મુકાયું હતું.

આ પણ  વાંચો:ગુજરાત /  અમદાવાદીઓને આજથી નવા વર્ષની મળશે ભેટ, હેલિકોપ્ટર રાઈડની માણી શકશે મજા

વધુમાં અનિચ્છનીય બાળકને અન્ય જગ્યાએ ન ફેંકતા આ પારણામાં મુકવા જાહેર જનતા જોગ અપીલ પણ કરવામાં આવી છે.