Not Set/ PAAS નેતા હાર્દિક પટેલનું કદ રાષ્ટ્રીય સ્તરે વધારવામાં ભાજપનો હાથ કે કોંગ્રેસનો સાથ

અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલ પાટીદારોને અનામત આપવા અને ખેડૂતોના દેવાંમાફીના મામલે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ત્યારે તેમને મળવા અને સમર્થનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જનતા દલ (સેક્યુલર)ના નેતાઓ આગળ આવી રહ્યા છે. જેના કારણે હાર્દિક પટેલનું કદ ધીરે ધીરે રાષ્ટ્રીય સ્તરે વધુ રહ્યું હોય તેવું લાગી […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
BJP's hand or Congress support to raise size of PASS leader Hardik Patel on national level

અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલ પાટીદારોને અનામત આપવા અને ખેડૂતોના દેવાંમાફીના મામલે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ત્યારે તેમને મળવા અને સમર્થનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જનતા દલ (સેક્યુલર)ના નેતાઓ આગળ આવી રહ્યા છે. જેના કારણે હાર્દિક પટેલનું કદ ધીરે ધીરે રાષ્ટ્રીય સ્તરે વધુ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે તેનું કદ વધારવામાં ગુજરાતની ભાજપ સરકાર પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ  રીતે મદદ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) નેજા હેઠળ હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતની ભાજપ સરકારને વિધાનસભાની ચૂંટણીમાં ભારે અસર પડી હતી. હવે જયારે આગામી વર્ષે એટલે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ દ્વારા પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફ કરવાના મુદ્દે આમરણાંત ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત હાર્દિક પટેલ છેલ્લા ચાર દિવસથી તેના ઘરે ઉપવાસ કરી રહ્યા છે. આ ચાર દિવસ દરમિયાન હાર્દિક પટેલને મળવા તેમજ તેમના સમર્થનમાં વિવિધ પક્ષોના નેતાઓ આગળ આવી રહ્યા છે.

હાર્દિક પટેલને વિવિધ રાજકીય પક્ષો તરફથી મળી રહેલ સમર્થન અને સહાનુભૂતિ

જેના અંતર્ગત તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી દ્વારા હાર્દિક પટેલને રક્ષાબંધનના રોજ રાખડી મોકલીને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. મમતા બેનરજીની રાખડી તેમજ તેમનો સંદેશો લઈને પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી અમદાવાદ આવ્યા હતા અને તેઓ હાર્દિક પટેલને મળ્યા હતા.

કોંગ્રેસના 28 જેટલા ધારાસભ્યોએ મળી આપ્યું સમર્થન

આ પછી સોમવારે ગુજરાત કોંગ્રેસના 28 ધારાસભ્યો અને કોંગેસના આગેવાનોએ હાર્દિક પટેલના નિવાસસ્થાને જઈને તેને મળીને તેમનો ટેકો અને સમર્થન જાહેર કર્યું હતું. હાર્દિક પટેલની મુલાકાત લેનાર આ ધારાસભ્યોમાં પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા, આનંદ ચૌધરી, વિરજી ઠુંમર, લાખાભાઈ ભરવાડ, બ્રિજેશ મિરજા, લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, નૌશાદ સોલંકી, બાબુભાઈ વાજા, પુંજાભાઈ વંશ, હર્ષદ રિબડિયા, જશપાલ પઢિયાર, ભીખુભાઈ જોશી, શૈલેષ પરમાર,  હિંમતસિંહ પટેલ, અમરીશ ડેર, અક્ષય પટેલ, પી.ડી. વસાવા, ચિરાગ કાલરિયા, મુકેશ પટેલ, ઈન્દ્રજિતસિંહ પરમાર, જે. વી. કાકડિયા, નિરંજન પટેલ, પરસોત્તમ સાબરીયા, ડૉ. આશા પટેલ સહિતના ધારાસભ્યો ઉપરાંત પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ, હિમાંશુ પટેલ, જયરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અતુલ પટેલ, નરેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

એનસીપી તરફથી મળ્યું સમર્થન

આ દરમિયાન આજે મંગળવારે એનસીપીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ હાર્દિક પટેલના નિવાસસ્થાને આવ્યા હતા. પ્રફુલ પટેલ એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા છે અને શરદ પવાર પછીના સિનિયર તરીકે તેમની ગણતરી થાય છે. એનસીપીએ મહારાષ્ટ્રમાં સારું એવું કાઠું કાઢ્યું છે.

પૂર્વ વડાપ્રધાન દેવેગૌડા અને તેની પાર્ટીનું સમર્થન

આ ઉપરાંત દેશના પૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકમાં જેમની સરકાર છે તેવા જનતાદળ (સેક્યુલર)ના સુપ્રીમો એચ. ડી. દેવેગૌડા પણ હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં આવ્યા છે. તેઓ આજે બપોરે બે કલાકે બેન્ગલુંરું (બેંગલોર)માં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના છે.

સમાજવાદી પાર્ટીનું સમર્થન

જયારે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી રહી ચૂકેલા અખિલેશ યાદવ અને તેમની સમાજવાદી પાર્ટી પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવી છે. જેના અંતર્ગત સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહાસચિવ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા બપોરે 3-30 કલાકે વૈષ્ણોદેવી સર્કલ ખાતે એકઠાં થઈને હાર્દિક પટેલને પોતાનું સમર્થન જાહેર કરશે.

મધ્યપ્રદેશમાં ખેડૂતોનું સમર્થન

આ ઉપરાંત મધ્યપ્રદેશથી 300 જેટલા ખેડૂતો હાર્દિક પટેલને મળવા માટે આવી રહ્યા છે. ગોધરાથી તેઓ નીકળી ગયા છે, જો પોલીસ ના આવવા દે તો એ લોકો વૈષ્ણોદેવી સર્કલ પાસે રોકાઈ જશે. પરંતુ તેઓ પોલીસની સાથે ઘર્ષણ નહીં કરે, પોલીસ નહીં આવવા દે તો ત્યાં જ અટકી જશે, જો પોલીસ જવા દે તો મળવા માટે અંદર જશે તેમ તેમણે જણાવ્યું હતું.

ભાજપ સરકાર જ હાર્દિકનું કદ વધારવામાં મદદ કરી રહી છે

આમ જોઈએ તો હાર્દિક પટેલ હવે પાસ નેતા જ નહિ ધીરે ધીરે પોતાનું રાજકીય રીતે કદ વધારી રહ્યો છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાતની ભાજપ સરકાર પણ તેમાં મદદ કરી રહી છે. કારણ કે, એક તરફ સરકાર એમ કહે છે કે, હાર્દિક પટેલ અમને કશું જ નુકશાન પહોંચાડી શકે તેમ નથી. જો સરકાર આવું માનતી હોય તો સરકાર જ ખુદ હાર્દિકને પ્રાધાન્યતા આપીને તેના મોટો કરી રહી છે. જો સરકારે કોઈ પણ જાતના વિવાદ વિના ઉપવાસ માટે મેદાન ફાળવી આપ્યું હોત તો તેની આટલી બધી પ્રસિદ્ધિ ના થાત. પરંતુ તેવું કરવાના બદલે તેના ઉપવાસ આંદોલનને અટકાવવા માટેના પ્રયાસો કર્યા, હાર્દિકના નિવાસસ્થાને પોલીસનો કાફલો ઉતારી દેવાયો છે, પાસ નેતાઓને નજરકેદ કર્યા હોય તેવી સ્થિતિ સર્જી છે. જેના કારણે હાર્દિક અને પાસના નેતાઓને રાજ્યમાં જ નહિ પરંતુ દેશભરમાં પબ્લિસિટી મળી રહી છે. જેની સામે ગુજરાત સરકારની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા રહી રહ્યા છે તે બાબત પણ એટલી જ સત્ય છે.

હાર્દિકના લીધે વિધાનસભામાં ભાજપને થયું છે નુકશાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ દ્વારા હાર્દિક પટેલને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. જે ભાજપને ભારે પડ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ મનાતા સૌરાષ્ટ્રમાં જ ભાજપને સૌથી મોટું નુકશાન થયું હતું. જયારે ઉત્તર ગુજરાતમાં પણ ભાજપને ફટકો પડ્યો હતો. જો કે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરાને લીધે ગુજરાતમાં ભાજપની સરકાર બની શકી હતી. અન્યથા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવી શક્યો હોત.

લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફટકો પડી શકે તેવી સંભાવના

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે એટલે કે, વર્ષ ૨૦૧૯માં યોજાવાની છે. આ ચૂંટણીને હજુ આઠેક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા આ ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, સરકાર દ્વારા પાટીદાર યુવાનો સામેના કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા હોવાનું વિધાનસભાની ચૂંટણી પૂર્વે જણાવ્યું હતું. જેના કારણે મોટાભાગના પાટીદારો ભાજપની સાથે રહ્યા હતા. પરંતુ ચૂંટણી પછી હજુ પણ પાટીદાર યુવાનો સામે કેસો યથાવત રહ્યા છે. આ બાબત પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને અસર કરી શકે તેમ છે.