Vadodara News: હરણી બોટ દુર્ઘટના (Harni Boat)માં બાળકો અને શિક્ષકોના મોત બાદ અમદાવાદના શિક્ષણ અધિકારી એક્શન મોડમાં દેખાયા છે. તેમણે શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. DEOની મંજૂરી વગર બાળકોને પ્રવાસ લઈ જવા પર કાયદેસરની કાર્યવાહી થશેનો આદેશ અપાયો છે.
આ દુર્ઘટના બાદ શિક્ષણ (Education)તંત્ર જાગી ઉઠ્યું છે. અમદાવાદ શિક્ષણ અધિકારીએ (Ahmedabad Education Officer) આદેશ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શાળા (School) જો DEOની મંજૂરી લીધા વિના બાળકોને પ્રવાસે લઈ જશે તો શાળા વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં (Strict Actions) લેવામાં આવશે. જે પણ શાળા પ્રવાસનું (School Picnic) આયોજન કરે તેને અધિકારીની મંજૂરી લેવી પડશે. કોઈ પણ પ્રકારની બેદરકારીને હવે ચલાવી નહીં લેવાય.
ઉપરાંત, હવે શાળાઓએ રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવું તે અંગને સૂચના અપાઈ છે.
હરણી તળાવમાં 18 જાન્યુઆરીના રોજ વ્યુ સનરાઈજ સ્કૂલના બાળકો ભરેલી હોડી ડૂબી જતા સમગ્ર દેશમાં શોક ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બાળકો સાથે ટીચરના પણ મોત નિપજ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
હરણી નદી બોટ દુર્ઘટના કેસમાં SITએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ડેલવપમેન્ટ ઓફિસર ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ તળાવની દેખરેખ કરનારા કોટિયા પ્રોજેક્ટ કંપનીના ભાગીદાર સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે SITએ મુખ્ય સૂત્રધાર પરેશ શાહને ઝડપી લીધો હતો.
વડોદરા (Vadodara)ની હરણી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ ક્રાઇમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી વિવિધ મુદ્દાઓ પર તપાસ અર્થે આરોપીના 10 દિવસ રિમાન્ડની માગણી કરતા કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ