સાયબર ક્રાઇમ/ વીડિયોને રેટિંગ આપી પૈસા કમાશો તેવો ફોન આવે તો સાવધાન, સુરતના એક વ્યક્તિએ ગુમાવ્યા 9 લાખ કરતાં વધુ રૂપિયા

સુરતના એક વ્યક્તિને આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ આપવાની લાલચ આપી youtubeમાં લિંક ઓપન કરી ફિલ્મને લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી હતી.

Gujarat Surat
White Minimalist Modern Annual Financial Report 2022 Presentation Template 10 2 વીડિયોને રેટિંગ આપી પૈસા કમાશો તેવો ફોન આવે તો સાવધાન, સુરતના એક વ્યક્તિએ ગુમાવ્યા 9 લાખ કરતાં વધુ રૂપિયા

@અમિત રૂપાપરા 

વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓની પેટર્ન પણ ચેન્જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં મોટાભાગે લોકો સાયબર ક્રાઇમનો શિકાર થતા હોય છે અને આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના એક વ્યક્તિને આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ આપવાની લાલચ આપી youtubeમાં લિંક ઓપન કરી ફિલ્મને લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ સુરતના વ્યક્તિ પાસેથી 9,71,000 કરતાં વધારે રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ આ વ્યક્તિને પૈસા પરત ન આપી તેની સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે જુનાગઢના બે અને રાજકોટના એક ઈસમની ધરપકડ કરી છે.

વર્તમાન સમયમાં મોબાઇલ અને ટેકનોલોજી નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ લોકો હવે સાયબર ફ્રોડના શિકાર પણ થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સાયબર સંજીવની નામનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં લોકોને સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે સુરતના એક વ્યક્તિ સાથે 9,71,000 કરતાં વધુ રકમની છેતરપિંડી કરનારા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ત્રણ ઈસમોમાં પ્રેમ શર્મા કમલ બોરેયા અને હાર્દિક પુરોહિતનો સમાવેશ થાય છે. આરોપી કમલ જૂનાગઢના જોશી પરા નો વતની છે તો હાર્દિક જુનાગઢ સરદાર પરા જગાતનાકા પાસે રહે છે અને પ્રેમ રાજકોટના સાપરના પાલ પીપડીયા ગામ નો વતની છે.

આરોપીઓએ સુરતના એક વ્યક્તિને તારીખ 31-5-2023 થી 11-6-2013 દરમિયાન પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી youtube લીંક ઓપન કરી ફિલ્મને લાઈટ કરી રેટિંગ આપવાથી સારું વળતર મળવાની લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ સુરતના વ્યક્તિને એક લિંક મોકલી તેના પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સુરતના અગત્ય દ્વારા પહેલો ટાસ્ક પૂરો કરવામાં આવ્યો અને પહેલો ટાસ્ક પૂરો કરતા જ સુરતના વ્યક્તિને 1553 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું.

પહેલી વખત કમીશન આપ્યા બાદ સુરતના વ્યક્તિને આરોપીઓ પર ભરોસો થઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ ટાસ્ક માટે અને અલગ અલગ ચાર્જ પેટે 9,98,6003 રૂપિયા ભરપાઈ કરાવડાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને માત્ર 27,311 રૂપિયાનું વળતર આપ્યું હતું અને સુરતના આ વ્યક્તિને 9,71,292 રૂપિયા પરત આપ્યા ન હતા.

જોકે સુરતનો વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હોવાના કારણે તેને સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ ધર્યુ હતું અને સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણ આરોપીમાં બે આરોપી જૂનાગઢના અને એક આરોપી રાજકોટનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:રાજકોટમાં ડેન્ગ્યુથી ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત

આ પણ વાંચો:ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન

આ પણ વાંચો:ગુજરાત ATSને મળ્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ, પાક કનેક્શન અંગે થશે પૂછપરછ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:સાકાર થયું પિતાનું સપનું, ચંદ્રયાન-3ની સફળતા પર વિક્રમ સારાભાઈની પુત્રી મલ્લિકાએ બોલ્યા આ મોટી વાત