ડેન્ગ્યુથી સાવધાન/ રાજકોટમાં ડેન્ગ્યુથી ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત

4 વર્ષની રિયા બદરખીયાનું ડેન્ગ્યૂથી મોત થયું છે. બાળકીનો પરિવાર રાજમોતી ઓઇલ મિલ પાસે આવેલા મયુરનગરમાં રહે છે.

Top Stories Rajkot Gujarat
ડેન્ગ્યૂ

ગુજરાતમાં ચોમાસામાં રોગચાળો કાળો કહેર વર્તાય રહ્યો છે. જેના કારણે યુવાન, વૃદ્ધ અને નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યાછે. ત્યારે રોજકોટમાં પણ રોગચાળો દિવસે દિવસે વધુને વધુ વકરી રહ્યો છે. જેમાં ખાસ કરીને તાવ અને અન્ય બીમારીના કારણે મોતને ભેટતા લોકોના આંકડા વધી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ડેન્ગ્યુની બે દિવસની સારવાર દરમિયાન બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે રોગચાળાના પગલે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.

આપને જણાવી દઈએ કે, 4 વર્ષની રિયા બદરખીયાનું ડેન્ગ્યૂથી મોત થયું છે. બાળકીનો પરિવાર રાજમોતી ઓઇલ મિલ પાસે આવેલા મયુરનગરમાં રહે છે. બે દિવસથી બાળકીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રિયાને અચાનક તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કેવી રીતે બચાવ કરવો

ડેન્ગ્યુના મચ્છરોથી બચવા માટે પગમાં ફુલ સ્લીવના કપડાં અને શૂઝ પહેરો. શરીરને ગમે ત્યાંથી ખુલ્લું ન છોડો.આ મચ્છર બહુ ઊંચે ઉડી શકતું નથી. આ કારણોસર, તે ફક્ત પગથી ઘૂંટણ સુધી જ કરડે છે, તેથી પગને હંમેશા ઢાંકીને રાખો. ઘરની આસપાસ કે અંદર પાણી જામવા ન દો. કૂલર્સ, પોટ્સ, ટાયરમાં થીજી ગયેલું પાણી કાઢી નાખો. મચ્છરોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે રાત્રે સૂતી વખતે મચ્છરદાની લગાવવી.

ડેન્ગ્યુ તાવમાં આ લક્ષણો જોવા મળે છે

ડેન્ગ્યુની શરૂઆત ખૂબ જ તાવ, માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થાય છે. શરૂઆતના ત્રણ-ચાર કલાક સાંધામાં ખૂબ દુખાવો થાય છે. અચાનક શરીરનું તાપમાન 104 ડિગ્રી થઈ જાય છે અને બ્લડ પ્રેશર પણ સામાન્ય કરતા ઘણું ઓછું થઈ જાય છે.આંખો લાલ થઈ જાય છે અને ત્વચાનો રંગ ગુલાબી થઈ જાય છે. ગરદનની નજીકની લસિકા ગાંઠો ફૂલી જાય છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા