સરકારે થોડા સમય પહેલા જ હેલ્મેટને મરજિયાત બનાવતા વાહનચાલકોને રાહત થઈ હતી, જોકે ફરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્મેટને ફરજીયાત કરતો કાયદો દૂર નહિ કરાયો હોવાનું નિવેદન કર્યું છે. હેલ્મેટ અગાઉ મરજિયાત હતું તે માત્ર થોડા સમય પૂરતું જ હોવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી.
સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા હેલમેટના કાયદાનો અમલ નહિ કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને પત્ર લખીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ દ્વારા આ સંદર્ભે પોતાને કોઇ જાણકારી ન હોવાની વાત કરવામાં આવી હતી.
જોકે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો છે કે, રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્ય સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે અને ખુલાસો પૂછવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટનો કાયદો માત્ર સ્થગિત રાખવામાં આવ્યો છે અને મુખ્ય સચિવ યથાયોગ્ય સમયે પત્રનો જવાબ પણ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.