Bihar/ બિહારમાં અનામત 50 ટકાથી વધારીને 75 ટકા કરીશું, નીતિશ કુમારની મોટી જાહેરાત

કેન્દ્ર સરકાર આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી કરે

Top Stories India
reservation increase from 50 to 75 percent in bihar Nitish kumar બિહારમાં અનામત 50 ટકાથી વધારીને 75 ટકા કરીશું, નીતિશ કુમારની મોટી જાહેરાત

પટના. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી. મુખ્યમંત્રીએ બિહારમાં અનામતનો વ્યાપ 50થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

ગૃહને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રસ્તાવિત આરક્ષણ વિશે જણાવ્યું હતું કે SC 20 ટકા, ST 2 ટકા, OBC અને EBC 43 ટકા સાથે EWS 10 ટકા અનામત હોવી જોઈએ. તેમણે કહ્યું કે અનામતનો વ્યાપ 50 ટકા છે, ઉચ્ચ જાતિ માટે પણ 10 ટકા અનામત છે, પછાત અને અતિ પછાત લોકો માટે અનામત વધારવી જોઈએ. તેમણે કહ્યું કે 50 ટકા અનામતનો વિસ્તાર વધારીને 65 ટકા કરવો જોઈએ.

આ પહેલા ગૃહને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘કેટલાક લોકો કહે છે કે આ જાતિની વસ્તી વધી કે ઘટી છે, પરંતુ મને કહો કે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી અગાઉ થઈ નથી, તો તમે કેવી રીતે કહી શકો કે આ જાતિ વધી કે ઘટી. સંખ્યા વધી કે ઓછી થઈ? શરૂઆતથી જ અમે કેન્દ્ર સરકારને કહેતા આવ્યાં છીએ કે તેઓ જાતિ ગણતરી કરે. 2021-2022માં જે વસ્તીગણતરી થવાની હતી તે નથી થઇ તો વહેલી તકે શરૂ કરો.

જ્ઞાતિની વસ્તી ગણતરી વખતે હું પોતે બખ્તિયારપુરમાં મારા ઘરે ગયો હતો. જ્યારે જાતિ ગણતરીનું કામ થઈ રહ્યું હતું ત્યારે લોકોએ પોતપોતાના ઘરે જવું જોઈતું હતું. નીતીશના ભાષણ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પ્રેમ કુમારે પંચાયત મુજબ ડેટા જાહેર કરવાની માંગ કરી હતી.

જાતિ ગણતરીના અહેવાલ પછી ગૃહમાં સામાજિક-આર્થિક સર્વેક્ષણ પર નીતિશ કુમારે કહ્યું કે ગરીબ પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી તેમની સ્થિતિમાં સુધારો થાય. જેમની પાસે ઘર નથી, તેમનું ઘર બનાવવામાં આવશે.

જમીન ખરીદવા માટે 1.20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાનો પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે બિહારમાં પ્રાપ્ત અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. તેના આધારે અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરીશું.

ગૃહને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ન્યાય સાથે વિકાસ કરવાનો છે અને અમે એ જ રસ્તે ચાલી રહ્યા છીએ. અમે આજે લીધેલા નિર્ણયને લાગુ કરવા માટે આ સત્રમાં કાયદો લાવવામાં આવશે.


Read More: ‘લગ્નની પહેલી રાતથી જ પુરુષ…’ નીતિશ કુમારની જીભ લપસી

Read More: ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

Read More: ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp, TelegramInstagramKoo, YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.