Surat Nrews/ ઇકોસેલના ASI સાગરપ્રધાનની લાંચ માંગવાના કેસમાં ACBએ કરી ધરપકડ

સુરતમાં ઇકોસેલ (ECONOMIC OFFENCE CELL)ના એએસઆઈ (ASI) તરીકે ફરજ ભજાવતા સાગર પ્રધાન (Sagar Pradhan) ની એસીબી (ACB)એ ધરપકડ કરી છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 04T115729.160 ઇકોસેલના ASI સાગરપ્રધાનની લાંચ માંગવાના કેસમાં ACBએ કરી ધરપકડ

@ kevat pooja
સુરતમાં ઇકોસેલ (ECONOMIC OFFENCE CELL)ના એએસઆઈ (ASI) તરીકે ફરજ ભજાવતા સાગર પ્રધાન (Sagar Pradhan) ની એસીબી (ACB)એ ધરપકડ કરી છે, મુંબઈના છેતરપિંડીના ગુનામાં ૧૫ લાખ માંગ્યા બાદ ભાઈ મારફતે પ લાખની લાંચ માંગવાના ચકચારી કેસમાં એસીબીએ ઈકો સેલના એએસઆઈ સાગર પ્રધાનની ધરપકડ કરી ૧ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે.

કતારગામ વસ્તાદેવડી રોડ ઉપર જવેલરી શોપ ધરાવતા ગૌતમ વાઘને ઈકો સેલનો ASI સાગર પ્રધાન ઊંચકી લાવ્યો હતો. ગૌતમ વાઘ વિરુદ્ધ મુંબઈ ના એન.એમ. જોષી પોલીસ સ્ટેશનમાં ૧.૮૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ASI પ્રધાને તેને પકડીને મુંબઈ પોલીસને સોંપી દીધો હતો. સાગર પ્રધાને ગૌતમ વાઘના ભાગીદારની ઓફિસમાંથી લાખોની કિંમતના હીરા, લેપટોપ, દસ્તાવેજ તથા ડી.વી.આર. પણ ગેરકાયદે કબજે કર્યા હતા. આ હીરા તથા ડોક્યુમેન્ટ પરત જોઈતા હોય તો ૧૫ લાખની માંગણી કરી હતી. જે પૈકીનાં પાંચ લાખ લેવા સાગર પ્રધાને તેના ભાઈ ઉત્સવને લેવા મોકલ્યો હતો. જોકે આ જવેલર્સના ભાગીદારે એ.સી.બી.ને ફરિયાદ કરી દેતાં સાગર પ્રધાનનો ભાઈ ઉત્સવ રંગેહાથ ઝડપી લેવાયો હતો. જ્યારે પાપનો ઘડો ફૂટી જતા જમાદાર સાગર પ્રધાન ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન ગત તા.૨ના રોજ સાંજના સુમારે એએસઆઈ સાગર સંજય પ્રધાનની એસીબીમાં હાજર થયો હતો. એસીબીએ ધરપકડ કરી પ્રધાનને કોર્ટમાં રજૂ કરી ૧ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કોર્ટમાં સરકાર વકીલ ઉમેશ પાટીલે દલીલો કરી હતી. લાંચ કાંડમાં ઈકો સેલના અન્ય અધિકારીઓની સંડોવણી છે કે કેમ?, લાંચના નાણાં અન્યોને ભાગબટાઇ કરવાના હતા કે કેમ? ભૂતકાળમાં પણ કોઈ કેસમાં નાણાં પડાવ્યા હતા કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી