NIA raids/ ISIS ભરતી મામલે આ રાજ્યોમાં NIAના દરોડા!

શંકાસ્પદ આતંકી મોડ્યુલ મામલે શનિવારે તમિલનાડુમાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Top Stories India
Mantavyanews 16 1 ISIS ભરતી મામલે આ રાજ્યોમાં NIAના દરોડા!

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ISIS કટ્ટરપંથી અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણામાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કોઈમ્બતુરમાં 21 સ્થળો, ચેન્નાઈમાં 3 સ્થળો, હૈદરાબાદ/સાયબરાબાદમાં 5 સ્થળો અને તેનકસીમાં એક સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,શંકાસ્પદ આતંકી મોડ્યુલ મામલે શનિવારે તમિલનાડુમાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોઈમ્બતુરમાં DMK કાઉન્સિલર પણ કેન્દ્રીય એજન્સીના રડાર પર છે. ચેન્નાઈ, કોઈમ્બતુર અને તેનકસીમાં વિવિધ લોકોના ઘરની તપાસ કરવામાં આવી રહી છે.

છ રાજ્યોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા

અગાઉ NIAએ ઝારખંડ મોડ્યુલ સંબંધિત કેસમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. NIA અધિકારીઓએ જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝાન અંસારીની જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ જ આ દરોડો પાડવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની નજીક રહેતી વખતે ફૈઝાન કેટલાક ઉગ્રવાદીઓના સંપર્કમાં આવ્યો હતો.

છ રાજ્યોમાં નવ જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં રાહુલ સેન ઉર્ફે ઓમર બહાદુર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દરોડા દરમિયાન લેપટોપ, પેન, ડ્રાઈવ, મોબાઈલ ફોન વગેરે જેવા ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય NIA દ્વારા વાંધાજનક સામગ્રી, એક ચાકુ અને ISIS સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રેવા/ નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ડેમના 10 ગેટ ખોલાયા

આ પણ વાંચો: ઠાસરા પથ્થરમારો/ ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: Gujarat IAS/ ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન