Gujarat IAS/ ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટીએ 10થી વધુ IAS અઘિરાપીને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે.

Ahmedabad Top Stories Gujarat
Beginners guide to 20 ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

Ahmedabad News: ગુજરાતમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું જણાઈ રહ્યું  છે.  ગુજરાત કેડરના વધુ બે IAS અધિકારીને દિલ્લીનું તેડુ આવતા તેઓ ગુજરાતથી વિદાય લેશે. ગુજરાતમાંથી વધુ બે આઈએએસ અધિકારી ડેપ્યુટેશન ઉપર દિલ્હી મોકલાયા છે. વિજય નેહરા અને મનીષ ભારદ્વાજને દિલ્હી મોકલાયા છે. 2001 ની બેચના આઈએએસ અધિકારી વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં પોસ્ટીંગ અપાયું છે.   આપને જણાવી દઈએ કે, વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર છે, જ્યારે મનીષ ભારદ્વાજ વર્ષ 1997 બેંચના અધિકારી છે.

કોણ છે વિજય નેહરા?

વિજય નેહરા 2001ની બેચના IAS અધિકારી છે અને હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી હતી. હવે તેમને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે 5 વર્ષની નિમણૂંક આપવાામં આવી છે. વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે કેમેસ્ટ્રીમાં MSC અને IIT મુંબઈથી અભ્યાસ કરેલો છે.

5  ઓગસ્ટ 2022 સુધીમાં પીરાણા ડમ્પિગ સાઇટ પરનો કચરો દુર કરીને ત્યાંની જમીનને કચરાથી મુક્ત કરવા માટે ૩૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું હતું. લો ગાર્ડન પાસે ખાઉં ગલી  તરીકે ઓળખાતી ગલીની સંપૂર્ણ પણે નવીનીકરણ 8 કરોડ ના ખર્ચે કરી તેને  “હેપી સ્ટ્રીટ” તરીકે વિકસાવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

કોણ છે મનીષ ભારદ્વાજ?

 IAS મનીષ ભારદ્વાજ 1997ની બેચના અધિકારી છે.  હાલમાં તેઓ નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે લેવા આપે છે.  તેમના પત્ની સોનલ મિશ્રા પણ IAS ઓફિસર છે. તેમને પણ IAS રુપન્દરસિંહની જગ્યાએ 5 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા UIDAIમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ

આ પણ વાંચો:સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

આ પણ વાંચો:કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું

આ પણ વાંચો:પોલીસ અને RTOની કડક કાર્યવાહી, લાયસન્સ મેળવવા લોકોની RTOમાં જામી ભીડ