Not Set/ અંકલેશ્વર : કેફી પદાર્થથી બેહોશ કરી લુટારુઓએ ૩.૫ કરોડ રૂ.ની લૂંટને આપ્યું અંજામ, ઘટના CCTVમાં થઇ કેદ

અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ૩.૫ કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. શુક્રવાર મોડી રાત્રે ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મનસુખ રાદારિયાના ઘરે ૪ જેટલા લુટારુઓએ લૂંટ ચલાવી અંદાજે ૩.૫ કરોડ રૂપિયાની માતબર રકમ લઈને ફરાર થયા હતા. જો કે ત્યારબાદ GIDC પોલીસ દ્વારા આ ચકચારી લૂંટની ઘટના […]

Top Stories Gujarat
rrrrrrrrrr અંકલેશ્વર : કેફી પદાર્થથી બેહોશ કરી લુટારુઓએ ૩.૫ કરોડ રૂ.ની લૂંટને આપ્યું અંજામ, ઘટના CCTVમાં થઇ કેદ

અંકલેશ્વર,

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ૩.૫ કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. શુક્રવાર મોડી રાત્રે ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મનસુખ રાદારિયાના ઘરે ૪ જેટલા લુટારુઓએ લૂંટ ચલાવી અંદાજે ૩.૫ કરોડ રૂપિયાની માતબર રકમ લઈને ફરાર થયા હતા. જો કે ત્યારબાદ GIDC પોલીસ દ્વારા આ ચકચારી લૂંટની ઘટના અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

કેફી પદાર્થ દ્વારા બેહોશ કરી આ લૂંટને આપ્યો અંજામ

પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વરના GIDCમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મનસુખ રાદારિયા જમીન દલાલીનો વ્યવસાય કરે છે. મનસુખ રાદારિયા એક મોટો ધાર્મિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે ત્યારે તેઓ પોતાના ઘરમાં સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ રાખી હતી. પરંતુ શુક્રવાર મોડી રાત્રે ૪ જેટલા અજાણ્યા શખ્સો ઘરમાં ધસી આવ્યા હતા. આ લુટારુઓએ મનસુખ રાદારિયા, તેઓની પત્ની અને પુત્રને ભયભીત કર્યા હતા અને કેફી પદાર્થ દ્વારા બેહોશ કરી આ લૂંટને અંજામ આપ્યો હતો.

મોડી રાત્રે ઘસી આવેલા લુટારુઓએ ઘરના માળિયા તેમજ કબાટમાં મુકેલા બેગોમાંથી અંદાજે ૩.૫૦ કરોડ રૂપિયાથી પણ વઘુ માતબર રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

CCTV કેમેરામાં કેદ થઇ લૂંટની ઘટના

જો કે આ ઘટનાને અંજામ આપનારા લુટારુઓ CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ CCTV કેમેરામાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે, “ચાર જેટલા લુટારુઓ કોઈ અર્ટિકા કારમાં આવી રહ્યા છે અને ઘરમાં ઘુસી રહ્યા છે. ત્યારબાદ તેઓ લૂંટને અંજામ આપી અંદાજે ૩.૫કરોડ રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની બેગમાં લઇ જતા જોવા મળી રહ્યા છે”.

જો કે ત્યારબાદ આ CCTV કેમેરામાં કેદ થયેલી લૂંટની ઘટના અંગે અંકલેશ્વરની GIDC પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.