Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે સંપૂર્ણ ડિજિટલ, ડિજિટલાઇઝેશનની કવાયત શરુ

શિક્ષણક્ષેત્રનું આધુનિકરણ આજનાં યુગમાં પૂર્વ રીતે ફક્ત જરૂરી જ નહીં અનિવાર્ય થઇ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંપૂર્ણ પણે ડિજિટલાઇઝ કરવાની કવાયતો યુનિ. સત્તાધિશો દ્વારા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ERP સિસ્ટમ આવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ સિસ્ટમ દાખલ કરવા માટે યુનિ. સત્તાધિશો દ્વારા પહેલ કરવામાં આવી રહી છે અને સિસ્ટમ લાગુ […]

Gujarat Rajkot Others
pjimage સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે સંપૂર્ણ ડિજિટલ, ડિજિટલાઇઝેશનની કવાયત શરુ

શિક્ષણક્ષેત્રનું આધુનિકરણ આજનાં યુગમાં પૂર્વ રીતે ફક્ત જરૂરી જ નહીં અનિવાર્ય થઇ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંપૂર્ણ પણે ડિજિટલાઇઝ કરવાની કવાયતો યુનિ. સત્તાધિશો દ્વારા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ERP સિસ્ટમ આવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ સિસ્ટમ દાખલ કરવા માટે યુનિ. સત્તાધિશો દ્વારા પહેલ કરવામાં આવી રહી છે અને સિસ્ટમ લાગુ કરવા માટેની તમામ શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે.

saurashtra uni સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે સંપૂર્ણ ડિજિટલ, ડિજિટલાઇઝેશનની કવાયત શરુ

ERP સિસ્ટમ આવાથી વિદ્યાર્થીઓને તે લાભ થશે જ પરંતુ. યુનિ. પ્રોફેસરોને પણ લાભ થાય તેવુ જણાઇ રહ્યું છે. ERP સિસ્ટમનાં કારણે ભવિષ્યમાં પ્રોફેસરો ઘરબેઠા પેપર ચેક પણ કરી શકશે. આ માટે આગામી 7 અથવા 10 નવેમ્બરે સત્તાધીશોની બેઠક મળશે અને  આ મામલે મહત્વનાં નિર્ણયો હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ERP સિસ્ટમથી સજ્જ કરવા માટે હાલ 3 કંપનીઓએ રૂચિ બતાવી છે.

saurashtra uni2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે સંપૂર્ણ ડિજિટલ, ડિજિટલાઇઝેશનની કવાયત શરુ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.