Not Set/ આવતીકાલથી આગામી નિર્દેશ સુધી અમદાવાદનાં બાગ-બગીચા બંધ

જે વાતની ચિંતા હતી તે જ થઇ રહી હોય તેવા સમાચારો હવે સામે આવી રહ્યા છે. જી હા, સ્વાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ રાજ્યમાં કોરોનાએ જાણે માથુ ઉચક્યુ છે.

Ahmedabad Gujarat
ગરમી 117 આવતીકાલથી આગામી નિર્દેશ સુધી અમદાવાદનાં બાગ-બગીચા બંધ
  • અમદાવાદમાં બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય
  • આવતીકાલથી આગામી નિર્દેશ સુધી રહેશે બંધ
  • કાંકરિયા,લેક ફ્રન્ટ,પ્રાણી સંગ્રહાલય બંધ કરાશે
  • કોરોનાના કેસ વધતા AMCનો નિર્ણય
  • કાલથી નવો હુકમ ન થાય ત્યાં સુધી બગીચા બંધ રહેશે

જે વાતની ચિંતા હતી તે જ થઇ રહી હોય તેવા સમાચારો હવે સામે આવી રહ્યા છે. જી હા, સ્વાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ રાજ્યમાં કોરોનાએ જાણે માથુ ઉચક્યુ છે. દિન-પ્રતિદિન કોરોનાનાં કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત / અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, શહેરનાં આ વિસ્તારમાં 56 ઘરો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવતીકાલથી આગામી નિર્દેશ મળે નહી ત્યા સુધી બાગ-બગીચાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમા ખાસ કાંકરિયા, લેક ફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરી દેવામાં આવશે. જો કે આ સમાચાર એક શરૂઆત છે, જો શહેરીજનો હજુ પણ કોરોનાને હળવાશથી લેતા રહેશે તો તંત્ર દ્વારા વધુ કડક પગલા લેવાઇ શકે તેમ છે. સમગ્ર દેશ સહિત અમદાવાદનાં રહીશોએ લોકડાઉનનો સમય જોયો છે, જેણે માણસનાં જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ હતુ. જો તે સમય ફરીથી ન આવવો જોઇએ તે વિચાર સાથે શહેરીજનો સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરીને ચાલશે તો કોરોનાને કાબુમાં લેવામાં ઘણી મદદ મળી શકશે.

ગુજરાત / જામનગરનાં ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી લંડનથી પકડાયો, જુઓ આરોપીઓની Exclusive તસવીરો

ઉલ્લેખનીય છે કે, કોરોનાએ અમદાવાદ શહેરની સ્થિતિને કેવી રીતે બગાડી તેનો અનુમાન તે વાત પરથી લગાવી શકો છો કે, અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારની મેચ દર્શકો વિના રમાઇ હતી. જો કે આગામી મેચ પણ દર્શકો વિના જ રમાવાની છે. અમદાવાદ શહેરની સ્થિતિમાં હાલમાં સુધારો દેખાઇ રહ્યો નથી. શહેરનાં 60 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાઇ ગયા છે. સૌથી વધુ કેસની વાત કરીએ તો તે એડન ગોઝરેજ ગાર્ડન સિટી ફ્લેટમાં હોવાનુ સામે આવ્યુ છે. ફ્લેટ પાસે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ