ભાવનગર/ રાજ્યવ્યાપી ડમીકાંડમાં સૌ પ્રથમ યુવતી અને સગીરની ધરપકડ

રાજ્યવ્યાપી બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર SIT તપાસ શરૂ છે જેમાં અત્યાર સુધીમાં 61 આરોપી ની ધડપકડ થઈ ચુકેલ છે ત્યારે પ્રથમવાર એક યુવતીની અને સગીરની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Others Trending
Untitled 159 રાજ્યવ્યાપી ડમીકાંડમાં સૌ પ્રથમ યુવતી અને સગીરની ધરપકડ

રાજ્યવ્યાપી બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર SIT તપાસ શરૂ છે જેમાં અત્યાર સુધીમાં 61 આરોપી ની ધડપકડ થઈ ચુકેલ છે ત્યારે પ્રથમવાર એક યુવતીની અને સગીરની ધરપકડ કરવામાં આવી છે.ભાવનગર રેન્જ આઈજીએ ડમીકાંડની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ SIT માં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન જગદીશભાઈ ધાંધલા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પોલીસે ઝડપી લીધો છે. આ બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં છે. ડમીકાંડના આરોપી મિલાન બારૈયાએ જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ-10ની તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની જગ્યાએ 2020માં ધોરણ-12ની પરીક્ષા આપી હતી.

ભાવનગર જિલ્લામાંમાંથી સ્પર્ધાત્મક અને શૈક્ષણિક પરીક્ષા માં અન્ય ડમી વિદ્યાર્થીઓ નો ઉપયોગ કરી મસમોટું કોમભાંડ નો પર્દાફાશ થયો હતો જેમાં ભાવનગર રેન્જ આઈજીએ ડમીકાંડની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ SIT માં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 61 આરોપીઓની ધરપકડ ડમીકાંડમાં 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, તેમાંથી આ યુવતી અને સગીર સહિત અત્યાર સુધીમાં 31 શખ્સો ઝડપાયા છે. જ્યારે એ FIRમાં ઉલ્લેખ ન હોય તેવા 30 શખ્સોઓ સહિત કુલ 61 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડમીકાંડ ની તપાસ માં હજી પણ ઘણા ખુલાસાઓ બહાર આવી રહિયા છે ત્યારે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન જગદીશભાઈ ધાંધલા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પોલીસે ઝડપી લીધો છે. આ બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં છે. ડમીકાંડના આરોપી મિલાન બારૈયાએ જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ-10ની તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની જગ્યાએ 2020માં ધોરણ-12ની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો:જામનગરમાં ગાયનો જીવલેણ હુમલો, દીકરાને બચાવતા જતા માતાને થઇ ગંભીર ઈજા

આ પણ વાંચો:પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ

આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત

આ પણ વાંચો:હવે વડ જેવા મોટા ઘટાદાર વૃક્ષોને પણ તમે તમારા ઘરે ઉછરી શકો છો, સુરતના આ વ્યક્તિ 30 વર્ષથી તૈયાર કરી રહ્યા છે બોંસાઈ ટ્રી