Not Set/ રાજકોટમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ત્રણ યુવાન ઝડપાયા

રાજકોટ, રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં બોગસ કોલસેન્ટર ખોલી અમેરિકન નાગરિકોને લોન આપવાને બહાને ઠગાઇ કરનાર ત્રણ યુવાન ભક્તિનગર પોલીસ દ્રારા ઝડપાયા છે. આ ઠગ ગેંગ છેલ્લા 6માસથી એક્ટિવ હતી અને અત્યાર સુધી 60-70 અમેરિકન નાગરિકોને પોતાનો શિકાર બનાવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ બાતમીના આધારે ગઈ કાલે રાત્રે લક્ષ્મીવાડીમાં આવેલ દેવાંશી એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક […]

Rajkot Gujarat
mantavya 2 રાજકોટમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ત્રણ યુવાન ઝડપાયા

રાજકોટ,

રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં બોગસ કોલસેન્ટર ખોલી અમેરિકન નાગરિકોને લોન આપવાને બહાને ઠગાઇ કરનાર ત્રણ યુવાન ભક્તિનગર પોલીસ દ્રારા ઝડપાયા છે.

આ ઠગ ગેંગ છેલ્લા 6માસથી એક્ટિવ હતી અને અત્યાર સુધી 60-70 અમેરિકન નાગરિકોને પોતાનો શિકાર બનાવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ બાતમીના આધારે ગઈ કાલે રાત્રે લક્ષ્મીવાડીમાં આવેલ દેવાંશી એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર 40માં દરોડા પડ્યા હતા.

જ્યાં થી પોલીસને સફળતા મળી હતી અને કોલ સેન્ટર ઝડપી પાડ્યું. પોલીસને તેમની પાસેથી લેપટોપ મળી આવ્યા હતા. આ ત્રણ માંથી એક આરોપી રોનક સીંગડીયા ગોંડલ ની એશિયાટિક એન્જીનિયરીંગ માં અભ્યાસ કરે છે. સાથે અંજીલ ડેડાણિયા અને કૌશિક દાફડા ને પકડી પાડ્યો છે.