ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશવિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સ્થાન લઈ રહ્યા છે. તેમાં દેશવિદેશના અગ્રણી ઉદ્યોગપતોમાં આર્સેલરમિત્તલના ચેરપર્સન લક્ષ્મી મિત્તલે ઇવેન્ટના સંસ્થાકીય માળખાની પ્રશંસા કરી હતી. તેની સાથે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાનું વચન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે અમે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ, રેલ્વે, ગ્લોબલ ટેકનોલોજીને લાવીને નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છે. વડાપ્રધાન 2021માં હજીરા સાઇટનું ભૂમિપૂજન કર્યુ હતુ. તેનું કામ 2026માં પૂરું થઈ જશે. તેના પગલે હજીરા સાઇટ 24 મિલિયન ટન સાથે વિશ્વમાં સૌથી વધુ સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે. અમે દેશ માટે પીએમના 2047ના વિઝનને ધ્યાનમાં રાખીને રાજય અને કેન્દ્ર સરકાર સાથે ખભેખભા મિલાવીને કામ કરવા તૈયાર છીએ.
લક્ષ્મી મિત્તલે 2021માં વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા હજીરાના પ્લાન્ટના વિસ્તરણની રૂપરેખા પણ રજૂ કરી હતી અને તે 2029 સુધીમાં પૂરી થઈ જશે તેમ જણાવ્યું હતું. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના સંસ્થાકીય માળખાની પ્રશંસા કરી હતી. તેની સાથે વડાપ્રધાન મોદીના વિઝનરી થીમ વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચરને આવકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે. રાજ્યમાં સૌપ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સપ્ટેમ્બર 2003માં યોજાઈ હતી. તેના પછી દર બે વર્ષે આ ઇવેન્ટ યોજાતી આવી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ