Gujarat Earthquake/ કચ્છમાં ફરી આવ્યો ભૂકંપ, એટલી તીવ્રતાથી ધ્રુજી ધરતી

ગુજરાતમાં અને ખાસ કરી કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ફરી એકવાર કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે.

Gujarat Others Trending
ભૂકંપ

કચ્છ જિલ્લા (Kutch district) માં સોમવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ (earthquake) આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ આ માહિતી આપી. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. ISR અનુસાર, ભૂકંપ સવારે 7.35 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE)માં હતું.

કચ્છ જિલ્લામાં ભૂકંપનું જોખમ “વધારે” રહે છે અને હળવા આંચકા નિયમિતપણે અનુભવાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્ય વારંવાર ધરતીકંપથી પ્રભાવિત થયું છે અને 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં મોટા ભૂકંપનો અનુભવ થયો છે.

2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો બીજો સૌથી વિનાશક ભૂકંપ હતો. જેમાં 13,800થી વધુ લોકોના મોત થયા હતા અને અન્ય 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

રાજ્યના કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર નર્મદા જીલ્લામાં 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચો:જસદણમાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડી, બે શખ્સોની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’

આ પણ વાંચો:મહાઠગ કિરણ પટેલને સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું