જસદણના ભાડલામાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, હક્ક કમીના સોગંદનામામાં નોટરી પાસે મૃત વ્યકિતની જગ્યાએ બોગસ આધારકાર્ડના આધારે જીવતા બતાવ્યા હતા, ખોટું સોગંદનામું મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
જસદણ તાલુકાના ભાડલા ગામે બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી પટેલ વૃધ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત 6 શખ્સોએ કારસો રચતા 6 શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે જસદણ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઈ કાકડીયા(ઉ.વ.67) એ તેમના જેઠના ત્રણ દિકરા ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી) અને તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ ભાડલા), ભીખા પ્રેમજીભાઈના બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિત તેમજ બોગસ આધાર કાર્ડ બનાવનાર શખ્સ સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા પ્રભાબેન એ પોતાની જમીન 19 વીઘા ખોટા સોગંદનામાં કરે પચાવી પાડવાના કારસ્તાન રચનાર પોતાના જેઠના ત્રણ દીકરા અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’
આ પણ વાંચો:સુરતમાં દારૂના નશામાં પાણી સમજી એસિડ પીતા યુવકનું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાએ હાફ સેન્ચુરી ફટકારીઃ સંજીવની રથ શરૂ કરાશે
આ પણ વાંચો:રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નસીબમાં પણ ‘માવઠું’
આ પણ વાંચો:કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો, જાણો કોણ છે અને ક્યાં ક્યાં નોધાઇ ચુક્યા છે તેના સામે કેસ
