નોટબંધીને બે વર્ષ થયા છે. સરકારે જૂની 500-1000 રૂ.ની નોટ બંધ કરી તો લોકોએ નાની ચલણની નોટો રૂ.1, 2 અને 5ની નોટબંધી કરી નાખી છે. ફેરિયાઓ, શાકભાજીવાળા, રિક્ષાચાલક સહિત સ્ટોર્સમાં પણ તેને સ્વીકારવા સીધો ઇનકાર કરી દેવામાં આવે છે. લોકો માટે હવે બેંકમાં જમા કરાવવા સિવાય કોઈ વિક્લ્પ બચ્યો નથી. ત્યાં અમુક મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવવા પર બેંકો દ્વારા પણ કાઉન્ટિંગ ચાર્જની ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે.
આ અંગે સરકારી બેંકના અગ્રણી નરેન્દ્ર ગાંધીએ કહ્યું હતું કે, હાલમાં જ આરબીઆઇ દ્વારા નવી રૂ.1ની નોટ બહાર પડાઈ છે. બેંકોમાં તેનો સ્વીકાર થઈ રહ્યો છે. જૂની નોટ પણ ચલણમાં છે.
રૂ.1, 2 અને 5ની સાથે રૂ.10ના સિક્કા તથા નાની રકમની નોટો કે સિક્કા ખાતામાં ભરતી વખતે અમુક મર્યાદા કરતાં વધુ હોય તો તેનો પણ ચાર્જ ચૂકવવો પડતો હોય છે.
