મહાઠગ/ કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો, જાણો કોણ છે અને ક્યાં ક્યાં નોધાઇ ચુક્યા છે તેના સામે કેસ

ઠગ કિરણ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે. તે અમદાવાદના દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે.

Top Stories Ahmedabad Gujarat
કિરણ પટેલ

જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ છે. 16 માર્ચે તેને જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપી કિરણ પટેલ કાશ્મીરમાં સંવેદનશીલ જગ્યાઓ પર ખોટી ઓળખ આપીને પહોંચ્યો હતો. હાલ આરોપી કિરને નિસાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. આરોપી કિરણની સાથે વધુ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે જે રાજસ્થાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશની સુરક્ષા માટે ખતરારૂપ બનેલા કિરણની સાથે અન્ય બે ગુજરાતી અને એક રાજસ્થાની શખ્સને પકડવામાં આવ્યા છે. જેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કોણ છે કિરણ પટેલ?

ઠગ કિરણ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે.  તે અમદાવાદના દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે. છેલ્લા ઘણા સમયથી કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહેતો હતો. નાજ ગામમાં તમામને ત કેન્દ્ર સરકારે કાશ્મીરમાં તેની નિમણૂક કરી છે તેમ કહેતો હતો અને ગામના પ્રસંગ સમયે નાજ ગામમાં હાજરી આપતો  હતો. વિધાનસભાની ચૂંટણીમાં નાજ ગામમાં જ કિરણ પટેલે મતદાન કર્યું હતું.

https://twitter.com/bansijpatel/status/1630226282205315072?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1630226282205315072%7Ctwgr%5E76a44af05b73a3198893580a6ae0118c290c86fb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fshocking-revelations-about-thug-kiran-patel

મહાઠગ કિરણ પટેલે પોતાની સોશિયલ મીડિયા પર ઓળખ આપી છે. તેણે ટ્વિટર બાયોમાં લખ્યું છે કે, તેણે પીએચડી કર્યું છે. જોકે પોલીસ તેની ડિગ્રી સાચી છે કે ખોટી તેની પણ જમ્મુ પોલીસ તપાસ કરી રહી છે.

તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હતો. ફક્ત અમદાવાદમાં જ નહીં મહાઠગ કિરણ પટેલ સામે વડોદરામાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે.

ગુજરાત ATS સહિતની એજન્સીઓ દ્વારા પણ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી હોવાની વિગતો મળી રહી છે. આ મામલો અને રાજ્ય ઘણા જ સંવેદનશીલ છે એવામાં આરોપી કઈ રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીના ચાર મહિનાના સમયગાળામાં કઈ રીતે અહીં પહોંચતો હતો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે, ઠગે પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે, તેણે પીએચડી કર્યું છે. જોકે પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેમની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.

અહેવાલ મુજબ કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાના માર્ગો પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેમણે દૂધપથરીને પ્રવાસન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. આ પછી જ તેના પર કડક નજર રાખવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

જમ્મૂ કશ્મીર પોલીસે PMOના અધિકારી તરીકેની ઓળખ આપનાર ગુજરાતી કિરણ પટેલની 3 માર્ચના રોજ ધરપકડ કરી હતી. જે બાદમાં પોલીસે IPC કલમ 419/420/468/471 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે, આજે કિરણ પટેલની પોલીસ કસ્ટડી થઈ પૂર્ણ રહીં છે. નોંધનીય છે કે, જમ્મૂ કશ્મીરની CID વિંગે જમ્મૂ કશ્મીર પોલીસને ઈનપુટ આપ્યા હતા. જે બાદમાં કિરણ પટેલની ધરપકડ કરાયા બાદ હવે કિરણ પટેલને 17 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો છે.

હાઈપ્રોફાઈલ કેસમાં અનેક વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. કિરણ પટેલે પુલવામા, બારામુલ્લા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. મ્હાતવનું છે કે, કિરણ પટેલને Z+ સુરક્ષા, બુલેટપ્રુફ SUV સહિતની સવલતો અપાઈ હતી. ઠગ કિરણ પટેલે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી જમ્મૂ કશ્મીરમાં સવલતોનો લાભ ઉઠાવ્યો હતો. આ તરફ સૂત્રો મુજબ કિરણ પટેલ સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હોવાની પણ માહિતી સામે આવી છે. આ સાથે હવે ઠગ કિરણ પટેલના મામલામાં 2 અધિકારીઓ પર કાર્યવાહી થઈ શકે છે. સમગ્ર મામલે પુલવામાં ડે.કમિશનર બસીર ઉલ હક્ક અને પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઝુલ્ફકાર આઝાદની પણ પૂછપરછ થઈ રહી છે. આ તરફ હવે ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કિરણ પટેલે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ, તેણે અનેક અધિકારીઓ સાથે ગુજરાતમાંથી પ્રવાસી લાવવા માટે બેઠકો પણ કરી હતી. ત્યારે આ ઠગનો હેતુ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગુપ્તચર એજન્સી પણ તેના વિશે એલર્ટ આપી દેવાયું છે. તેણે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસનના નામે અનેક સ્થળોની મુલાકાત કરી છે. તેથી હિલચાલ શંકાસ્પદ લાગતા હાલ તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું, નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:પિતા ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડીને જતા રહ્યા, વિદ્યાર્થિનીને રડતા જોઈએ પોલીસકર્મીએ કર્યું આવું…

આ પણ વાંચો:લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, ધારાસભ્યોએ કાયદા મંત્રી પાસે કરી આ માંગ

આ પણ વાંચો:શક્તિસિંહના પ્રહારઃ શાળાઓમાં એડમિશન ન લેવાના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

આ પણ વાંચો:સાબરકાંઠામાં ચકચારજનક ત્રિપલ મર્ડરઃ પોલીસ પણ સ્તબ્ધ