paper leaked/ ગુજરાતમાં BBA-B.Comની પરીક્ષાનું પેપર ફુટ્યું,વિભાગે નવું પ્રશ્નપત્ર તૈયાર કરાવ્યું!

આજે 13 ઓક્ટોબરના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ની પરીક્ષા હતી.

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી છે,હાલ વિરોધપક્ષ સત્તાપક્ષને અનેક મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કરે છે. આજે ફરી એકવાર ગુજરાતમાં પેપર ફુટવાના સમાચાર સામે આવ્યા છે, એટલે વિરોધ પાર્ટીઓ માટે ફરી એકવાર પેપર ફુટવાના મુદ્દે સરકારને ઘેરશે. રાજ્યમાં bba અને bcomનો પેપર ફુટ્યું હતું.ફરીથી પેપર લીકકાંડ સામે આવ્યો છે.

 સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે એટલે આજે થનારી પરીક્ષાના બે પેપર લીક થયાનું સામે આવ્યું છે. જોકે, આની જાણ થતા જ આ પરીક્ષા કેન્સલ ન કરવી પડે તેથી રાતોરાત પ્રશ્નપત્ર ફરી બનાવડાવ્યું હતુ. પરીક્ષાના એક દિવસ પહેલા જ પરીક્ષાની કોપી વાયરલ થઇ ગઇ હતી. આજની આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. આ બંને પ્રશ્નપત્રનો સમય સવારે આઠ વાગ્યાનો છે. જોકે, આ પહેલા પરીક્ષા રદ થઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

આજે 13 ઓક્ટોબરના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ની પરીક્ષા હતી. જોકે આ બંને પેપર એક દિવસ પહેલા એટલે કે 12 ઓક્ટોબરના રોજ વાયરલ થયા હતા.