Surat News: સત્તા હોય પછી એક જ લાલસા બાકી રહે છે અને તે છે સુંદરીઓની. સુરત ભાજપના વોર્ડ મંત્રીએ સત્તા આવ્યા પછી યેનકેન પ્રકારે સુંદરીઓની લાલસા પૂરું કરવાનું નક્કી કરી લીધું લાગે છે. ભાજપના સુરતના વોર્ડ નંબર 8ના મહામંત્રી અને યુવા મોરચાના અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાયની સામૂહિક બળાત્કારના આરોપમાં ધરપકડ થઈ છે.
આદિત્ય ઉપાધ્યાયે (Aditya Upadhyay) શાસક પક્ષના હોદ્દાનો દૂરુપયોગ કરી અન્ય યુવતીઓને પણ ડરાવી, ધમકાવીને ફસાવી હોવાનું માનવામાં આવે છે. પરંતુ કોઈ બિચારી ડરના માર્યા મોઢું ખોલી શકવાની સ્થિતિમાં નથી. પણ બધા કિસ્સા સરખા હોતા નથી. સુરતના વેડ રોડ પર યુવતીની ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી બીચ પર ફરવા લઈ જઈ કોલ્ડ્રિન્ક્સમાં કેફી પદાર્થ પીવડાવી અર્ધબેભાન અવસ્થામાં મિત્ર સાથે ગેંગરેપને અંજામ આપ્યાનો આરોપ છે.
વેડ રોડ પર રહેતી રીતિકા સિંહે (નામ બદલ્યું છે) ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કેળવી હતી. આ મિત્રતાના પગલે તે ભાજપના આ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય, તેમના મિત્ર ગૌરવ રણવિજયસિંહ તેને ફરવા લઈ જવાનું કહીં બીચ પર લઈ ગયા હતા. અહીં રીતિકાને તરસ લાગતા વોડકા મિક્સ ફેન્ટા આપી હતી. વોડકાની અસરના લીધે રીતિકાને ચક્કર આવ્યા હતા અને ઘેન ચડ્યું હતું. તેથી તેને ઘરે લઈ જવાનું કહેતા રીતિકાની મિત્ર ઋષિકાને ઘરે નજીક ઉતાર્યા પછી રીતિકાને જહાંગીરપુરા કેનાલ ગ્રીન રોડની ઓયો ગ્રીન હોટેલમાં લઈ જવાઈ હતી. તેના પછી આદિત્ય અને ગૌરવ બંનેએ તેના પર દુષ્કર્મ કર્યુ હતું. યુવતીની ફરિયાદના પગલે જહાંગીરપુરા પોલીસે બંનેને ધરપકડ કરી છે. આ દુષ્કર્મમાં તેમની સાથે જોડાયેલા બીજા બે આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે.
આના પગલે બંને આરોપીઓના ભૂતકાળ પણ પોલીસ ચકારી રહી છે. આ બંને આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારના ગુના આચર્યા છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. કોર્ટ સમક્ષ પોલીસે આરોપીઓ અંગે બધી વિગત જણાવી હતી. તેમા ડભાસ બીચથી પરત ફર્યા તેનું વિગતવાર વર્ણન, ફેન્ટામાં મિક્સ કરવા વોડકા ક્યાંથી લીધો તેના સહિતની બધી વિગતો જણાવી હતી. પોલીસે આરોપીઓ પ્રભાવશાળી હોવાથી તે ફરિયાદીને ધમકાવી શકે તેવો ડર છે તથા તેઓએ આવા બીજા ગુના કર્યા છે કે નહીં તેની ચકાસણી માટે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે ચાર જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હાલમાં પોલીસ ઋષિકાને શોધી રહી છે. પોલીસને ડર છે કે આરોપીઓ પ્રભાવશાળી હોવાથી રીતિકાને સાથે લઈ જનાર એકમાત્ર સાક્ષી ઋષિકા સાથે કશું ખોટું કરી શકે છે. જો કે ઋષિકા ડરના માર્યા ઘરને તાળુ મારી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: સુરત ગેંગરેપ મામલો : અઠવા ગેટ ખાતે કિન્નરોએ સુત્રોચ્ચાર કરી આરોપીઓને ફાંસી આપવા કરી માંગ
આ પણ વાંચો: સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ગેંગરેપ-લૂંટ કેસના બે આરોપીને ભાવનગરથી પકડયા
આ પણ વાંચો: સુરતમાં માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે ફક્ત 15 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી
