અમદાવાદના બગોદરા-લીમડી હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. બગોદરા-લીમડી હાઈવેના મીઠાપુર પાટીયા પાસેના વિસ્તારમાં ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બસ અને ટ્રક વચ્ચે એટલી ભયાનક ટક્કર થઈ કે ઘટનાસ્થળ પર જ 2 લોકોના મૃત્યુ થયા. જ્યારે લકઝરી બસમાં સવાર અનેક મુસાફરોમાંથી 22 લોકોને ગંભીરપણે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પંહોચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. ભયંકર અકસ્માતને પગલે બગોદરા હાઈવે પર પાંચથી વધુ 108 એમ્બુયન્સ આવી પંહોચી હતી. દરમ્યાન ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધવા લાગી છે. બગોદરા-લીબડી હાઈવે પર સિક્સ લેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી માટે જરૂરી સામગ્રી ટ્રક અને ડમ્પર દ્વારા લાવવામાં આવે છે. આ હાઈવે પર જનશાળી ગામના પાટીયા પાસે હાઈવે પર ચાલતી કામગીરી માટે પથ્થર ભરેલ ડમ્પર બંધ પડ્યું હોવાથી ઉભુ હતું. દરમ્યાન અમદાવાદ ગ્રામ્યના બંધ પડેલ પથ્થર ભરેલ ડમ્પર પાછળ ખાનગી લકઝરી બસ ઘુસી જતા આ ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો.
શહેરમાં કયારેક રખડતા ઢોરના કારણે, માર્ગ પર બેદરકારીથી વાહન ચલાવવા, વધુ પડતી સ્પીડ અને કેટલીક વખત ગાઢ ધુમ્મસના કારણે વિઝીબીલિટી ઘટતા અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના બગોદરા-લીમડી હાઈવે ફરી મોતનો હાઈવે બન્યો છે. અનેક વખત બગોદરા હાઈવે પર અકસ્માતની દુર્ઘટનાઓ જોવા મળી છે. તાજેતરમાં બગોદરા-લીમડી હાઈવે પર ઉભેલ ટ્રકમાં લકઝરી બસ ઘુસી જતા ભયંકર અકસ્માત બનવા પામ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે 2 લોકોના ઘટનાસ્થળ પર મોત થયા જ્યારે લકઝરી બસમાં સવાર 22 જેટલા લોકોને ગંભીર ઇજા પંહોચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળ પર પંહોચી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે લકઝરી બસના ચાલક હાઈવે પર પથ્થર ભરેલા ડમ્પરને જોઈ ના શકતા આ અકસ્માત બનવા પામ્યો. પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Ayodhya/CM યોગીની કેબિનેટ 11 ફેબ્રુઆરીએ રામલલાના દર્શન કરશે, પહેલા પણ કાર્યક્રમ એક વખત કરવામાં આવ્યો છે સ્થગિત
આ પણ વાંચો :નિવેદન/માલદીવ તણાવ વચ્ચે, મુઈઝુ સરકાર કયા મુદ્દે થઈ ભારત સાથે સહમત?
આ પણ વાંચો :Delhi/દિલ્હી પોલીસ પહોંચી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે, માંગ્યા આ કેસના પુરાવા
