વડોદરા/ પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું, નોંધાઈ ફરિયાદ

વડોદરા શહેરમાં આવેલ એ માર્ટ ઇન્ટિરિયર કંપનીની. જ્યાં બે કર્મચારીઓ કંપનીના માલિક પાસે પોતાનો દોઢ માસનો બાકી પગાર લેવા જતાં માલિકે ઝઘડો કરી તેમના પર હુમલો કરી બચકા ભર્યા હતા.

Gujarat Vadodara
બચકું
  • વડોદરા: માલિકે કર્મચારીને ભર્યું બચકું
  • પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું
  • માર્ટ ઇન્ટિરિયર કંપનીના માલિકે ભર્યુ બચકું
  • અનિલ કનેરિયાએ બચકા ભર્યાનો આક્ષેપ
  • બે કર્મીઓ પગાર લેવા જતાં માલિક રોષે ભરાયો

આજ સુધી તમે શ્વાનોએ બચકું ભર્યાના અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું ક્યારે સાંભળ્યું છે કે એક માલિકે પોતાના કર્મચારીને બચકું ભર્યું હોય. જી હા આવું બન્યું છે. આ ઘટના છે વડોદરા શહેરમાં આવેલ એ માર્ટ ઇન્ટિરિયર કંપનીની. જ્યાં બે કર્મચારીઓ કંપનીના માલિક પાસે પોતાનો દોઢ માસનો બાકી પગાર લેવા જતાં માલિકે ઝઘડો કરી તેમના પર હુમલો કરી બચકા ભર્યા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

જણાવીએ કે ગોરવા પોલીસ મુજબ પશ્ચિમ વિસ્તારમાં સારાભાઈ કેમ્પસના નોટસ આઈટી પાર્કમાં એ માર્ટ ઇન્ટિરિયર ડિઝાઈન કંપની છે. બપોરે ચિરાગ પટેલ અને દીપ રાઠોડ કંપનીમાં પગાર લેવા ગયા હતા. જેમાં ચિરાગ પટેલ પગાર માટે માલિક અનિલ કનેરીયા સાથે વાત કરવા ગયા હતા. પગારની વાતચીત દરમિયાન એ માર્ટ ઇન્ટિરિયર કંપનીના માલિક અનિલ કનેરિયાએ રોષે ભરાઈને ચિરાગ પર લાકડાથી હુમલો કર્યો ત્યારે બચાવમાં ચિરાગે લાકડું પકડી લીધું ત્યારે અનિલ કાનેરિયાએ ચિરાગના શરીર પર અલગ અલગ જગ્યાએ બચકા ભર્યા ત્યારબાદ ઘટનાને પગલે ચિરાગ પટેલ અને દીપ રાઠોડે 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી જેથી પોલીસ અનિલ કનેરીયા અને ચિરાગ પટેલ-દીપ રાઠોડને ગોરવા પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

ચિરાગ પટેલ ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે, આ માલિક સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલની પુત્રીએ પણ પગારને લઈને કેસ કર્યો હતો. જો કે તે કેસમાં પણ માલિકે સમાધાન કર્યું હતું.

આ પણ વાંચો:પિતા ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડીને જતા રહ્યા, વિદ્યાર્થિનીને રડતા જોઈએ પોલીસકર્મીએ કર્યું આવું…

આ પણ વાંચો:SNK સ્કૂલ આવી વિવાદમાં, ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સહપાઠીએ કર્યું અભદ્ર વર્તન

આ પણ વાંચો:ફિલ્મી ઢબે કુખ્યાત ભૂમાફિયાઓએ 17 લોકોનું કર્યું અપહરણ

આ પણ વાંચો:અજાણ્યા બે શખ્સોએ વિદ્યાર્થીને જબરદસ્તી ધકેલ્યો કેનાલમાં અને…

આ પણ વાંચો:બનાસકાંઠામાં શિહોરની હોસ્પિટલની આગમાં એક બાળકનું મોત