Not Set/ ગુજરાત/ રાજ્યની નીચલી કોર્ટમાં 34.8 % જજોની જગ્યાઓ ખાલી, પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો

બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ મોહિત શાહના નેત્તૃવ હેઠળ ગાંધીનગરમાં દેશના 18 રાજ્યોમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયની વર્તમાન સ્થિતિનો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પોલીસ તંત્ર અને જેલની વરવી હકીકતો સામે આવી છે. આ ચારેય માપદંડમાં ગુજરાતનો એકંદરે ક્રમ 18માંથી 8મો રહ્યો છે.જ્યારે પોલીસતંત્રના સંદર્ભમાં વાત કરીએ તો અત્યંત નબળી […]

Gujarat Others
daru 1 5 ગુજરાત/ રાજ્યની નીચલી કોર્ટમાં 34.8 % જજોની જગ્યાઓ ખાલી, પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો

બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ મોહિત શાહના નેત્તૃવ હેઠળ ગાંધીનગરમાં દેશના 18 રાજ્યોમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયની વર્તમાન સ્થિતિનો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પોલીસ તંત્ર અને જેલની વરવી હકીકતો સામે આવી છે.

આ ચારેય માપદંડમાં ગુજરાતનો એકંદરે ક્રમ 18માંથી 8મો રહ્યો છે.જ્યારે પોલીસતંત્રના સંદર્ભમાં વાત કરીએ તો અત્યંત નબળી હકીકત સામે આવી છે. પોલીસ વિભાગનો 12મો અને જેલોની સ્થિતિમાં 9માં ક્રમ રહ્યો હોવાની વિગતો સામે આવી છે.

તો સાથે સાથે અન્ય રાજ્યોની સરખામણીએ નીચલી કોર્ટમાં ખાલી પડેલી જજની  જગ્યાઓમાં પણ  ગુજરાત રાજ્ય પ્રમુખ સ્થાને છે.  રાજ્યમાં નીચલી કોર્ટમાં 34.8 ટકા જજોની જગ્યા ખાલી છે. કુલ જજોમાંથી માંડ 15 ટકા મહિલા જજ છે. જેમાં ગુજરાતનો 16મો ક્રમ છે.

10 વર્ષથી પેન્ડિંગ કેસોના મુદ્દે ગુજરાત 10માં ક્રમે છે. 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસોની દૃષ્ટિએ 13મા ક્રમે અને સૌથી વધુ પેન્ડિંગ કેસોની દૃષ્ટિએ ગુજરાત સાવ તળિયે 17માં ક્રમે છે.રાજ્ય સરકાર તેના પોલીસકર્મી પાછળ જે નાણાં ખર્ચે છે તેમાં ગુજરાતનો ક્રમ 15મો છે. એ જ રીતે કોન્સ્ટેબલની જ ભરતીમાં સરકારની ઉદાસીનતા છતી થઇ છે. ગુજરાતમાં 31 ટકા કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી છે. આ જ હાલત માથાદીઠ પોલીસ સ્ટેશનની છે.

ઉલ્લેખનીય છે કે મહિલાના મુદ્દે પણ ગુજરાત રાજ્યમાં પોલીસતંત્રની ઉદાસિનતા દેખાય છે. જાન્યુઆરી 2017ની સ્થિતિએ ગુજરાતમાં મહિલા પોલીસકર્મીઓનું પ્રમાણ માંડ 7.2 ટકા છે. આ માપદંડમાં ગુજરાત દેશમાં 9મા ક્રમે છે.જ્યારે મહિલા પોલીસ અધિકારીઓનું પ્રમાણ માત્ર 5.6 ટકા જ છે. જો કે, અનુસુચિત જાતિનું પોલીસતંત્રમાં પ્રમાણ જાળવવામાં રાજ્ય દેશમાં મોખરાના સ્થાને છે.

સરકાર જેલ પ્રસાશન માટે જે બજેટ ફાળવે છે તેનો સંપૂર્ણ ઉપયોગ પણ કરવામાં આવતો નથી. જેલ-તંત્ર પાછળ નાણાં ફાળવણી સતત ઘટતી જાય છે. જેલોમાં ઓફિર્સસની ખાલી જગ્યા 38.3 ટકા, કરેકશનલ સ્ટાફની 75 ટકા અને મેડિકલ સ્ટાફમાં 30 ટકા જગ્યા ખાલી છે.જેમાં મહિલા કર્મીઓનું પ્રમાણ માંડ 5.5 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.