Not Set/ તલાટી મહામંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન

પડતર રહેલી માગણીઓને લઈને તલાટી મહામંડળે હડતાળનું એલાન કર્યું છે. 22 ઓક્ટોબરથી તલાટી મહામંડળના સભ્યોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપ્યું છે. તેમનું કહેવું છે કે પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ દ્વારા આ રજૂઆતો સાંભળવામાં આવતી નથી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે. ગાંધીનગરમાં […]

Top Stories Ahmedabad Gujarat
186880 talati તલાટી મહામંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન

પડતર રહેલી માગણીઓને લઈને તલાટી મહામંડળે હડતાળનું એલાન કર્યું છે. 22 ઓક્ટોબરથી તલાટી મહામંડળના સભ્યોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપ્યું છે. તેમનું કહેવું છે કે પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ દ્વારા આ રજૂઆતો સાંભળવામાં આવતી નથી.

સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે. ગાંધીનગરમાં તેઓ ધરણાં પણ કરી ચૂક્યા છે. તેમ છતાં સરકાર તરફથી કોઈ ધ્યાન ન અપાતા તેમણે હડતાલ પાળવાનો નિર્ણય કર્યો છે. જે હડતાળમાં 11 હજાર તલાટીઓ જોડાશે.

તલાટીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, સર્કલ ઇન્સ્પેક્ટરની પોસ્ટને અપગ્રેડ કરવામાં આવે. સાથે જ જૂની પેંશન યોજના શરુ કરવાની પણ તલાટીઓ માંગ કરી રહ્યા છે.

11 હજાર તલાટીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, એક તલાટીને એક જ ગામ સોંપવામાં આવે. અને પંચાયત અને મહેસૂલના જોબચાર્ટ યોગ્ય કરવામાં આવે.