Not Set/ દારૂ-જુગારની રેડ સમયે સ્થાનિક પોલીસ સાથે નહિ રહી શકે : ડીજીપી

ગુજરાતમાં નશાબંધી અને જુગાર જેવા ગુનાઓના કાયમી નિવારણ આવે અને આરોપીઓ સામે કડક પગલાં ભરાય એ માટે ડીજીપી શિવાનંદ ઝાએ એક પત્ર લખ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જે એજન્સીઓ આવા ગુનાઓની તપાસ કરતી હોય, એમણે સ્થાનિક પોલીસને સાથે રાખવી નહિ તેમજ એજન્સીઓએ સ્વતંત્ર તપાસ કરવી. પત્રમાં ડીજીપી શિવાનંદ ઝાએ સ્પષ્ટતા કરી છે કે, આ […]

Top Stories Ahmedabad Gujarat
sjha દારૂ-જુગારની રેડ સમયે સ્થાનિક પોલીસ સાથે નહિ રહી શકે : ડીજીપી

ગુજરાતમાં નશાબંધી અને જુગાર જેવા ગુનાઓના કાયમી નિવારણ આવે અને આરોપીઓ સામે કડક પગલાં ભરાય એ માટે ડીજીપી શિવાનંદ ઝાએ એક પત્ર લખ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જે એજન્સીઓ આવા ગુનાઓની તપાસ કરતી હોય, એમણે સ્થાનિક પોલીસને સાથે રાખવી નહિ તેમજ એજન્સીઓએ સ્વતંત્ર તપાસ કરવી.

પત્રમાં ડીજીપી શિવાનંદ ઝાએ સ્પષ્ટતા કરી છે કે, આ ગુનાઓમાં રેડ પાડવા સમયે, એજન્સીઓ સ્થાનિક પોલીસને સાથે રાખે તો, સાંઠગાંઠના કારણે તેઓ બુટલેગરને બાતમી આપી દે છે. જેથી તપાસ પારદર્શક રીતે નથી થઇ શકતી. એટલે હવે સ્થાનિક એજન્સીઓને સાથે ન રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

શિવાનંદ ઝાએ જણાવ્યું કે, એજન્સીઓએ સ્વતંત્ર રેડ અને તપાસ કરવી. જો સ્થાનિક પોલીસ અને એજન્સી બંનેને બાતમી મળે, તો બંનેએ સાથે રેડ ન પાડવી.