ઓરિસ્સા
પ્લાસ્ટિક એ માનવજીવન માટે ઘણું નુકશાન કારક છે. માત્ર મનુષ્ય જ નહી પરંતુ પૃથ્વી પર વસતા તમામ જીવ –જંતુ, પ્રાણીઓ તેમજ પકૃતિને પણ તે નુકશાન પહોચાડે છે.
સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અંગેની જાગૃતિ ફેલાવવાના ઘણા પ્રયાસો થઇ ચુક્યા છે.
ઓરિસ્સાના રહેવાસીએ પ્લાસ્ટિકના નુકશાન વિશે લોકોને અનોખો પ્રયોગ કરીને સંદેશો પહોચાડ્યો છે.
બીશનુ ભાગત બરીપાડા જીલ્લાનો રહેવાસી છે. પ્લાસ્ટિક અંગેની જાગૃતિ ફેલાવવા માટે પ્લાસ્ટિકની પોલીથીનના કપડા પહેર્યા હતા.
તેણે કહ્યું હતું કે પોલીથીનને ઉપયોગમાં લેવાથી કેટલું નુકશાન થાય છે તેનો સંદેશો ફેલાવવા માટે આ પ્રકારનો પહેરવેશ પહેર્યો છે .
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં કાપોટા દ્વીપના કિનારેથી એક વ્હેલ મૃત હાલતમાં મળી આવી હતી.તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્હેલના પેટમાં ૬ કિલો પ્લાસ્ટીકનો કચરો હતો.
પાર્કના અધિકારીઓએ આ વ્હેલના પેટમાંથી ઘણી બધી પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકની બોટલ, ચંપલ અને ૧૧૫ પ્લાસ્ટિકના કપ મળ્યા હતા. એટલું જ નહી પણ એક થેલી પણ મળી હતી જેમાં ૧ હજારથી પણ વધારે તાર હતા.