Not Set/ #Cyclone/ ચક્રવાતી તોફાનને કારણે દરિયાકાંઠાનાં રાજ્યોમાં ચેતાવણી, ભારે પવન સાથે વરસાદની સંભાવના

દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ પહેલા જ ખરાબ છે. ત્યારે આ વચ્ચે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્ર તાણમાં ફેરવાઈ ગયા છે. શનિવારે સાંજે 5:30 વાગ્યા સુધી અહી તોફાનનું ભયાનક રૂપ ધારણ કરી લેશે અને પછી 24 કલાકમાં તે ચક્રવાતમાં એટલે કે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જશે. આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે […]

India
ef7c66c2721ab7b7bd2f07faf5858836 1 #Cyclone/ ચક્રવાતી તોફાનને કારણે દરિયાકાંઠાનાં રાજ્યોમાં ચેતાવણી, ભારે પવન સાથે વરસાદની સંભાવના

દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ પહેલા જ ખરાબ છે. ત્યારે આ વચ્ચે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્ર તાણમાં ફેરવાઈ ગયા છે. શનિવારે સાંજે 5:30 વાગ્યા સુધી અહી તોફાનનું ભયાનક રૂપ ધારણ કરી લેશે અને પછી 24 કલાકમાં તે ચક્રવાતમાં એટલે કે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જશે. આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે ચક્રવાત એમ્ફાનને કારણે ઉત્તર કાંઠાનાં ઓડિશા વધુ પ્રભાવિત થઇ શકે છે. ઓડ્રાફ, એનડીઆરએફ અને ફાયર વિભાગને સાવધાન રહેવાની સૂચના જારી કરવામાં આવી છે.

જાણકારી મુજબ, પવનની ગતિ 115 કિલોમીટર સુધી હોઇ શકે છે. દરિયાની અંદર 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલવાનો અંદાજ છે. શનિવારે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી નવીન પટનાયક વિડીયો કોન્ફરન્સ દ્વારા 12 જિલ્લાનાં જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરશે. વિશેષ રાહત કમિશનર પ્રદીપકુમાર જેનાએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, માર્કેટમાં ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો છે, તેથી લોકોને ચિંતા કરવાની જરૂર નથી. પારાદીપથી 1,060 કિલોમીટર દૂર આવેલું ચક્રવાત એમ્ફાન 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

જો કે, આ વાવાઝોડા ક્યાં લેંડફોલ કરશે તે હજુ સ્પષ્ટ નથી. હાલમાં, ચક્રવાત એમ્ફાન પારાદીપ બંદરથી 1,060 કિમી દૂર છે. પશ્ચિમ બંગાળનાં દીઘાથી 1,250 કિ.મી.નાં અંતરે અને બાંગ્લાદેશથી 1,330 કિ.મી. અંતરે છે. રવિવાર સાંજ બાદ તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધવાની સંભાવનાઓ છે. 18 મે નાં રોજ, આ વાવાઝોડું એક ગંભીર સ્વરૂપ લેશે અને 19 મે સુધી તે ભૂપ્રદેશમાં ત્રાટકશે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.