DRDO/ ઓડિશામાં શોર્ટ રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલનું પરીક્ષણ, હવાના જોખમોને કરશે ખતમ

ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ડીઆરડીઓએ આ પ્રકારના બે સફળ પરીક્ષણો કર્યા…

Top Stories India
Air Defense System

Air Defense System: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ડીઆરડીઓએ આ પ્રકારના બે સફળ પરીક્ષણો કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ વન-મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને હૈદરાબાદમાં DRDOના રિસર્ચ સેન્ટર ઈમરત દ્વારા સંસ્થાની અન્ય પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સ્વદેશી રીતે તૈયાર અને વિકસિત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે VSHORADSમાં મિનિએચર રિએક્શન કંટ્રોલ સિસ્ટમ અને ઈન્ટિગ્રેટેડ એવિઓનિક્સ સહિત ઘણી નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રાયલ દરમિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા હતા.

આકાશમાં જ સંકટોનો અંત આવશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ટૂંકી રેન્જ અને ઓછી ઉંચાઈના હવાના જોખમોને દૂર કરવામાં સક્ષમ છે. તેની મિસાઈલ ડબલ સ્પીડ સોલિડ મોટર દ્વારા સંચાલિત છે. લૉન્ચર સહિત એર ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ ડિઝાઇનને સરળ ઉડાન સુનિશ્ચિત કરવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ફ્લાઈટ્સ ડીઆરડીઓના પરીક્ષણ મિશનના લક્ષ્યને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી.

તમને જણાવી દઈએ કે, આ મહિને 8 સપ્ટેમ્બરે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને સપાટીથી હવામાં ક્વિક રિએક્શન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન મિસાઇલે ચોક્કસ લક્ષ્ય સાથે નિર્ધારિત સમયમાં લક્ષ્યને નિશાન બનાવ્યું. ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુર રેન્જમાં ક્વિક રિએક્શન મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ પણ કર્યું છે. આ મિસાઈલ 3 કિમીથી 30 કિમીની રેન્જમાં દુશ્મનની મિસાઈલ, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: Vande Bharat Train/ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આપશે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ

આ પણ વાંચો: વાલીઓ સાવધાન/ સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 10 મહિનાનું બાળક ફુગ્ગો ગળી જતા મોત

આ પણ વાંચો: Navratri/ જામનગરમાં ખેલૈયાઓ અંગારા પર રમ્યા ગરબા, જોવા લોકોની ભારે ભીડ જામી