દિલ્હી/ બવાનામાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 4ના મોત, 2 મહિલાઓને બચાવી લેવાઈ, બચાવ કામગીરી ચાલુ

બવાના વિસ્તારમાં બનેલ રાજીવ રતન આવાસ યોજનાના ઘણા ફ્લેટ શુક્રવારે બપોરે ધરાશાયી થયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જેજે કોલોનીના રહેવાસી ફાતિમા અને શહનાઝ તરીકે ઓળખાતી બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે

Top Stories India
thequint

રાજધાની દિલ્હીના બવાના વિસ્તારમાં બનેલ રાજીવ રતન આવાસ યોજનાના ઘણા ફ્લેટ શુક્રવારે બપોરે ધરાશાયી થયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જેજે કોલોનીના રહેવાસી ફાતિમા અને શહનાઝ તરીકે ઓળખાતી બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે અને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ,બંને ખતરાની બહાર છે.

આ પણ વાંચો: કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી શહીદ, 5 ઘાયલ

જો કે, હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. બ્રિજેન્દ્ર કુમાર યાદવે, ડેપ્યુટી પોલીસ કમિશનર જણાવ્યું હતું કે, ધરાશાયી થયેલી ઈમારત રાજીવ રતન આવાસ યોજનાનો એક ભાગ છે, જેમાં લગભગ 300-400 ફ્લેટ છે. સ્થળ પર બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો:“ઇતિહાસ સમજતા નથી”, ગોવાની આઝાદી મુદ્દે PMના નિવેદન પર રાહુલનો વળતો પ્રહાર

સ્થળ પર રાહત કાર્ય સતત ચાલુ છે. આ પહેલા ગુરુવારે રાત્રે, દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં આવી જ એક ઘટના જોવા મળી હતી, જ્યાં એક પોશ સોસાયટી બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાં બે મહિલાઓના મોત થયા હતા. માહિતી અનુસાર, શુક્રવારે બપોરે 2:45 કલાકે નરેલા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે દિલ્હી જલ બોર્ડની નજીક એક ઈમારત પડી ગઈ છે, જેમાં 4-5 વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચો: ભગવાન તેમને બાળકો આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે : લાલુ યાદવનો PM મોદી અને નીતિશ કુમાર પર કટાક્ષ