Ganesha Murti/ મહારાષ્ટ્રમાં તૈયાર થયેલી કાગળ અને પુઠ્ઠાની ગણેશજીની પ્રતિમાની ડિમાન્ડ સુરતમાં વધી, જાણો આ પ્રતિમાની ખાસિયત

શહેરમાં અલગ અલગ જગ્યા પર મંડપ ડેકોરેશનની કામગીરી પણ થઈ રહી છે. તો બીજી તરફ ગણપતિના આગમન પહેલા જ અલગ અલગ થીમ પણ તૈયાર થઈ રહી છે ત્યારે આ વર્ષે સુરતમાં મુંબઈમાંથી તૈયાર થતી ઇકોફ્રેન્ડલી મૂર્તિની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે.

Top Stories Gujarat Surat
The demand for Ganesha statue made of paper and plastic made in Maharashtra has increased in Surat, know the special features of this statu

@અમિત રૂપાપરા

ગણેશ ઉત્સવને લઈને શહેરભરમાં તૈયારીઓ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યા પર મંડપ ડેકોરેશનની કામગીરી પણ થઈ રહી છે. તો બીજી તરફ ગણપતિના આગમન પહેલા જ અલગ અલગ થીમ પણ તૈયાર થઈ રહી છે ત્યારે આ વર્ષે સુરતમાં મુંબઈમાંથી તૈયાર થતી ઇકોફ્રેન્ડલી મૂર્તિની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે.

આ કહેવાનું કારણ એવું છે કે, મુંબઈના કારીગરો દ્વારા એક ખાસ પ્રકારની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને આ મૂર્તિ 7 ઇંચથી લઈને 7 ફૂટ સુધીની બનાવી શકાય છે. મહત્વની વાત એ છે કે, આ મૂર્તિ કાગળ પેપર અને પુઠ્ઠામાંથી તૈયાર કરવામાં આવી છે. એટલે કે અન્ય કોઈપણ કેમિકલ વગર કાગળ પૂઠામાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર થઈ છે અને આ મૂર્તિની ખાસિયત છે કે મોટી મૂર્તિનું વજન પણ ખૂબ જ ઓછું હોય છે 5 ફૂટની મૂર્તિ ત્રણથી ચાર લોકો સરળતાથી ઉઠાવીને લઈ જઈ શકે છે.

આ મૂર્તિ ખંડિત થવાનો ભય પણ ઓછો રહે છે આ ઉપરાંત કાગળ અને માટીના મિશ્રણથી પણ ગણપતિની પ્રતિમાઓ મુંબઈમાં તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ જ પ્રતિમાની ડિમાન્ડ સુરતમાં ખૂબ જ વધારે જોવા મળી છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તીની ડિમાન્ડ વધ્યા બાદ લોકો માટેની મૂર્તિ ખરીદવાનું વધારે પસંદ કરતા હતા પરંતુ હવે સમયની સાથે તેમાં પણ ટ્રેન્ડ બદલાયો કારણ કે, માટીની મૂર્તિ એક મર્યાદિત હાઈટમાં બનાવી શકાતી હતી.

4થી સાડા ચાર ફૂટ કે, 5 ફૂટ સુધીની હાઈટ માટેની મૂર્તિમાં તૈયાર કરી શકાતી હતી પરંતુ કાગળ માટીના મિશ્રણથી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. તેની હાઈટ પણ વધારી શકાય છે અને તેનો વેઇટ પણ ઓછો થાય છે. આ ઉપરાંત મૂર્તિ લઈ જતી વખતે કે તેને ટ્રાન્સપોર્ટમાં હેરફેર કરતી વખતે ખંડિત થવાનો ભય રહેતો નથી અને આ જ પ્રકારે માત્ર કાગળના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલી પ્રતિમા પણ ખૂબ જ ઓછા વજનવાળી હોય છે અને હેરફેર કરતાં સમયે ખાંડી થતી નથી જોકે માત્ર કાગળની પ્રતિમા માટીની પ્રતિમાની તુલનામાં 15 થી 20 ટકા મોંઘી તૈયાર થાય છે છતાં પણ સુરતના લોકો કાગળ માંથી તૈયાર થયેલી પ્રતિમાની ડિમાન્ડ કરી રહ્યા છે.

કાગળમાંથી તૈયાર થતી પ્રતિમાની ડિમાન્ડ વધી રહી હોવાના કારણે આ પ્રતિમાનો ઓર્ડર મુંબઈમાં આપવો પડે છે. ત્યારબાદ મુંબઈના કારીગરો દ્વારા કાગળની અથવા તો માટી કાગળના મિશ્રણથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રતિમાને સુરત મોકલવામાં આવે છે અને સુરત ખાતે સુરતના કારીગરો દ્વારા મૂર્તિને રંગ-રોગાન કરીને આખરી ઓપ આપવામાં આવે છે.

આ પણ વાંચો:BJP-Patan APMC/ગુજરાતમાં ભાજપ આજે પણ છે બિનહરીફ, પુરાવો આપે છે પાટણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

આ પણ વાંચો:સાણંદ/ખાનગી શાળાના કોન્સેપ્ટને લાવ્યા સરકારી શાળામાં, આ શિક્ષકની મહેનતના પરિણામે 100થી પણ વધુ બાળકો આવ્યા સરકારી પ્રાથમિક શાળામાં

આ પણ વાંચો:સનાતનીની તનાતની/ફક્ત ભીંતચિત્રો જ નહીં, મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર, સંપ્રદાય સામે કોર્ટના દ્વાર ખખડાવશે સનાતની