વડાપ્રધાન મોદીના ડાબા હાથ તરીકે ઓળખાતા ગૃહમંત્રી અમિત શાહ તેમની ગઢજોડની નીતિમાં ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીને બે વર્ષની વાર છે પરંતુ તે અગાઉ ભાજપનું મિશન મહત્તમ પેજ પ્રમુખ બનાવીને તમામ મતદારો સુધી પહોંચવાનું છે. આ માટે ભાજપ દ્વારા અત્યારથી જ પ્રમુખ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં એક પેજમા 30 જેટલા મતદારો હોય છે. ભાજપ એક પેજના 30 મતદારો પૈકી એક મતદારને પેજ પ્રમુખ બનાવે છે. ગુજરાતમાં નતદાર યાદીમાં કુલ 15 લાખ મતદાર પેજ છે તેથી ભાજપનું લક્ષ્ય 15 લાખ પેજ પ્રમુખ બનાવવાનું છે.
POLITICAL / ગૃહમંત્રી અમિત શાહનાં ઘરની બહાર ધરણા કરવા જઇ રહેલા AAP ધારાસ…
રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ પેજ પ્રમુખ બનાવીને રાજનીતિમાં ઉદાહરણ પ્રસ્થાપિત કરવા માંગે છે. આજરોજ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર 10ના પેજના પ્રમુખ બન્યા છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે પેજ પ્રમુખએ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન 182નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા પેજ પ્રમુખ બની ચૂક્યા છે.નાના નાના કાર્યકર્તાઓને સાથે જોડવા માટે ભાજપ દ્વારા પેજ પ્રમુખો બનાવવામાં આવી રહ્યા છે. આ પેજ પ્રમુખ જનતા સાથે સ્થાનિક સ્તરે પર જ સંવાદ સાધી શકે અને સુચનો પણ કરી શકે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ પેજ પ્રમુખ બન્યા છે. જેથી નારણપુરા વિધાનસભાના બુથ નંબર 10 ના ભાજપ કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો થયો છે.
POLITICAL / ગૃહમંત્રી અમિત શાહનાં ઘરની બહાર ધરણા કરવા જઇ રહેલા AAP ધારાસ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
