Good News!/ આવતી કાલથી બેંકની આ સર્વિસ મળશે 24 કલાક, ઘરે બેસીને ટ્રાંસફર કરી શકશો મોટી રકમ

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી ગયું છે, લોકોએ કોરોના વાયરસ સામે લડતા ભારતમાં રોગચાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુને વધુ પ્રાધાન્ય આપ્યુ છે, આ જોતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે, આરબીઆઈ એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરટીજીએસ (રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ) સેવાને 24 કલાક બનાવવાની એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત આરટીજીએસ […]

Top Stories India

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી ગયું છે, લોકોએ કોરોના વાયરસ સામે લડતા ભારતમાં રોગચાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુને વધુ પ્રાધાન્ય આપ્યુ છે, આ જોતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે, આરબીઆઈ એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આરટીજીએસ (રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ) સેવાને 24 કલાક બનાવવાની એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત આરટીજીએસ સુવિધા આજ રાત્રીનાં 12.30 વાગ્યાથી 24 કલાક કાર્યરત રહેશે, આ સેવા સાતે દિવસ કાર્ય કરશે. આ સુવિધા કાર્યરત થતાં જ ભારત તે અમપક ગણતરીનાં દેશોમાં જોડાશે જ્યાં આ સુવિધા રાત-દિવસ કાર્યરત છે.

RTGS સેવા શું છે?

આરટીજીએસ સેવાનું ફૂલ ફોર્મ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ છે. જેના અંતર્ગત મોટા પાયે ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ સુવિધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માર્ચ 2004 માં તેના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી હતી.

આ સેવા ફક્ત ત્રણ બેંકોથી શરૂ કરવામાં આવી હતી અને 237 બેંકો આ સેવા સાથે જોડાયેલ છે.

RTGS અમર્યાદિત નાણાં વ્યવહારોને મંજૂરી આપે છે

આ સુવિધા એવા લોકોને આપવામાં આવી છે કે જેઓ મોટા પ્રમાણમાં એક બેંકથી બીજી બેંકમાં પૈસા મોકલવા માંગતા હોય  છે.

આ સેવા દ્વારા તમે તમારા એકાઉન્ટમાંથી અમર્યાદિત નાણાંનો વ્યવહાર કરી શકો છો.

RTGS કરવાના બે રસ્તાઓ છે, એક તમે ઓફલાઇન રીતે આરટીજીએસ કરી શકો છો અને બીજું તમે આ સેવાનો ઉપયોગ ઓનલાઇન મોડ દ્વારા પણ કરી શકો છો.

RTGS બે રીતે કાર્ય કરે છે

આરટીજીએસ ઓનલાઇન કરવા માટે, તમારે ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવો પડશે.

જ્યારે ઓફલાઇન દ્વારા પૈસા મોકલવા માટે તમારે પહેલા બેંકમાં જવું પડશે અને ત્યાંથી આરટીજીએસ ફોર્મ ભરવું પડશે.

અત્યારે શું સમય છે?

અત્યાર સુધી આરટીજીએસનો સમય સવારે 9 થી સાંજનાં 4:30 વાગ્યા સુધી ફક્ત બેંકનાં કાર્યકારી દિવસોમાં છે. શનિવારે આ સુવિધા ફક્ત બપોરે 2 વાગ્યા સુધી મળતી હતી. બેંક રજા અને જાહેર રજાનાં દિવસે કોઈ સેટલમેન્ટ થતુ નથી. આરટીજીએસથી પૈસા મોકલવા માટે નજીવી ફી પણ લાગે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…