Not Set/ રાજ્યમાં મેઘરાજાનું તાંડવ યથાવત, આ શહેરોમાં છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેધરાજાનુ તાંડવ યથાવત છે. રાજ્યનાં ઘણા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Top Stories Gujarat Others
Lightning dark clouds રાજ્યમાં મેઘરાજાનું તાંડવ યથાવત, આ શહેરોમાં છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેધરાજાનુ તાંડવ યથાવત છે. રાજ્યનાં ઘણા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સરેરાશ સિઝનનો 108 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 116 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમા 105 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમા 100 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 88 ટકા વરસાદ અને કચ્છમાં 137 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.

જામનગરમાં મુશળધાર વરસાદ

જામનગરની વાત કરીએ તો અહી મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ અને સસોઈ ડેમ ઓવરફ્લો થયા છે. જણાવી દઇએ કે, 27 ફૂટની સપાટીએ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ગત રાત્રીનાં નવ વાગ્યે આ ડેમ ઓવરફ્લો થયો હતો. નોંધનીય છે કે જામનગરનાં આરિખાણામાં એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયુ હતુ. ભારે વરસાદથી 33 જળાશયો ઓવરફ્લો થયા છે.

નર્મદા ડેમની સપાટી સતત વધી

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ભરૂચ અને આસપાસનાં ગામોમાં પૂરનાં એંધાણ વર્તાયા છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. તંત્ર દ્વારા સલામતીનાં કોઈપણ પગલા લેવામાં આવે તેમાં સહયોગ આપવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર ખાતે પાણીની વધુ આવક હોવાથી નર્મદા ડેમ ખાતેથી 8 લાખ ક્યુસેક્સ જેટલું પાણી છોડવામાં આવશે. જેને લઈને તંત્ર સાબદુ બની ગયું છે.

પોરબંદરમાં એક પરિવાર પાણીનાં પ્રવાહમાં તણાયુ

પોરબંદર  બરડા ડુંગર પર  અચાનક પાણીનો પ્રવાહ  વધતા લોહાણા પરિવાર પાણીનાં પ્રવાહમાં તણાયો છે. આ ઘટનામાં 3 મહિલાઓનાં મોત નિપજ્યા છે અને એક બાળકીની શોધખોળ ચાલી રહી છે. ડુંગર પરથી શીલા ખસતા પાણીનો પ્રવાહ વધ્યો  હતો. જેના કારણે  આ દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનાથી  સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ છે.

પાટણમાં એક યુવાનનું મોત

પાટણનાં એક યુવાનનું નદીમાં ડૂબી જતા મોત થયું છે. ફાયરનાં જવાનોએ કલાકોની મહેનત બાદ પાણીમાં ગરકાવ યુવાનનાં મૃતદેહને શોધી બહાર કાઢ્યો હતો. બનાવનાં સમાચાર મળતા ગ્રામજનો પણ નદી કિવારે આવી પહોંચ્યા હતા. તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારે 1થી 10 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.6 ઈંચ વરસાદ વલસાડ જિલ્લાનાં ઉમરગામમાં નોંધાયો છે. અમદાવાદમાં શનિવારે મોડી સાંજ પછી પડેલા વરસાદમાં સૌથી વધુ બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડીયામાં પડ્યો સારો વરસાદ

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ સતત વરસાદ ચાલું છે. છેલ્લા છ વર્ષમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલા અઠવાડીયામાં સૌથી વધુ વરસાદ થયો છે. 2015થી 2018 સુધી આ મહિનાનાં પહેલા અઠવાડીયામાં એક ઈંચ જેટલો પણ વરસાદ થયો નહોતો. આ વખતે 4 ઈંચ જેટલો વરસાદ આ સાત દિવસમાં જ પડી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.