Not Set/ ટોલ પ્લાઝા કર્મચારીને દબંગોએ માર્યો ઢોર માર, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

ટોલ પ્લાઝા પર મુકાયેલા સ્ટાફ સાથે મારા-મારી અને ગેરવર્તણૂકનાં કેસ ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા. દબંગોને જાણએ કાયદાનો કોઇ ભય જ ન હોય તેમ અવાર-નવાર ટોલ પ્લાઝાનાં કર્મચારીઓની સાથે મારા-મારી કરી રહ્યા છે. મધ્યપ્રદેશનાં મહાકાળેશ્વરથી એક તાજો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બદમાશોએ ટોલ કર્મચારીને ખરાબ રીતે માર માર્યો હતો. જો કે આ […]

Top Stories India
tollplaza 3 ટોલ પ્લાઝા કર્મચારીને દબંગોએ માર્યો ઢોર માર, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

ટોલ પ્લાઝા પર મુકાયેલા સ્ટાફ સાથે મારા-મારી અને ગેરવર્તણૂકનાં કેસ ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા. દબંગોને જાણએ કાયદાનો કોઇ ભય જ ન હોય તેમ અવાર-નવાર ટોલ પ્લાઝાનાં કર્મચારીઓની સાથે મારા-મારી કરી રહ્યા છે. મધ્યપ્રદેશનાં મહાકાળેશ્વરથી એક તાજો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બદમાશોએ ટોલ કર્મચારીને ખરાબ રીતે માર માર્યો હતો. જો કે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતા કેસ દાખલ કર્યો હતો.

શનિવારે મહાકાળેશ્વર ટોલ પ્લાઝા પર પૈસાની લેવડ-દેવડનાં મામલે એક ટોલ કર્મચારીને બે દબંગોએ ખરાબ રીતે માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યા લાગેલા સીસીટીવીમાં કૈદ થઇ ગઇ હતી. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બે શખ્સો ટોલ કર્મચારીની કેબીનમાં પ્રવેશી રહ્યા છે અને તેની સાથે ખરાબ રીતે મારા-મારી કરી રહ્યા છે. આ હુમલાની સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જો કે પોલીસે હજી સુધી દબંગો સુધી પહોચી શકી નથી.

સુત્રોનાં જણાવ્યા અનુસાર બંને આરોપીઓની ઓળખ થઈ ગઇ હતી. સબ ઈન્સ્પેક્ટર, નિધિ મિત્તલે કહ્યું, ‘ઈન્દોરનાં મહાકાળેશ્વર ટોલ ખાતેનાં બૂથ ઓપરેટરને 2 લોકોએ માર માર્યો હતો, એકનું નામ નરેન્દ્રસિંહ પવાર છે અને બીજાનું નામ શેખરસિંહ પવાર છે. તેઓ આરોપીની શોધ કરી રહ્યા છે, તે લોકો કોણ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી, જે કે તેમના વિરુદ્ધ કેસ નોંધી દેવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દબંગ ટોલ કર્મચારીની કેબીનમાં પ્રવેશી અને તેને થપ્પડથી તો ક્યારેક તેને હાથ અને પગથી મારે છે. જો કે, બીજો એક વ્યક્તિ બન્નેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે માનતો નથી અને કર્મચારીને સતત માર મારતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.