Not Set/ હવે તો હદ કરી!! ટ્રાફિકનાં નવા નિયમોનુસાર ટ્રક ડ્રાઈવરને 86,500 રૂપિયાનો ફટકાર્યો દંડ

ઓડિશાનાં સંબલપુર રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસએ એક ટ્રક ડ્રાઇવરને નવા મોટર વાહન અધિનિયમ હેઠળ રૂ. 86,500નો મેમો આપ્યો હતો. આ મેમો ફાટ્યાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, ડ્રાઇવરે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા બાદ કેસ 70,000 રૂપિયામાં પત્યો હતો. અશોકે દંડ ભર્યા બાદ 6 સપ્ટેમ્બરનાં રોજ ટ્રક છોડાવી હતી. અશોક પર અનધિકૃત વ્યક્તિને (રૂ.5,000) […]

Top Stories India
delhi new motor vehicle act challan 115f5c48 d03e 11e9 a264 bc92e50e5c68 હવે તો હદ કરી!! ટ્રાફિકનાં નવા નિયમોનુસાર ટ્રક ડ્રાઈવરને 86,500 રૂપિયાનો ફટકાર્યો દંડ

ઓડિશાનાં સંબલપુર રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસએ એક ટ્રક ડ્રાઇવરને નવા મોટર વાહન અધિનિયમ હેઠળ રૂ. 86,500નો મેમો આપ્યો હતો. આ મેમો ફાટ્યાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, ડ્રાઇવરે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા બાદ કેસ 70,000 રૂપિયામાં પત્યો હતો. અશોકે દંડ ભર્યા બાદ 6 સપ્ટેમ્બરનાં રોજ ટ્રક છોડાવી હતી.

અશોક પર અનધિકૃત વ્યક્તિને (રૂ.5,000) ચલાવવા માટે, લાઇસન્સ વિના (રૂ.5,000), ઓવરલોડિંગ માટે (રૂ. 56,000), વધુ પરિમાણ અંદાજ (રૂ. 20,000) વહન અને સામાન્ય ગુનાઓ (રૂ.500) નો દંડ ફટકાર્યો હતો. આપને જણાવી દઇએ કે, સંબલપુર આરટીઓનાં અધિકારીઓએ ટ્રક તે સમયે રોક્યો જ્યારે તે છત્તીસગઢ જતા માર્ગમાં અંગુલ જિલ્લાનાં તાલચેરમાં હતો. આ ટ્રક જેસીબી મશીનથી ભરેલી નાગાલેન્ડ સ્થિત કંપની બીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ની હતી.

મોટર વાહન સંશોધન અધિનિયમ, 2019 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, ત્યારબાદ ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ભારે દંડ ફટકારવામાં આવે છે. આને કારણે દેશનાં ઘણા ભાગોમાંથી મોટા પ્રમાણમાં મેમો કાપવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં જ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી ચાલકનો 59,000 રૂપિયાનો મેમો ફાડ્યો હતો. પોલીસે 10 ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ટ્રેક્ટર-ટ્રોલી ચાલકને મેમો આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.