Not Set/ નાસાએ મંગળ પર જીવનના નુસ્ખા શોધી આપવા જાહેર જનતાને આપી ચેલેન્જ

  નાસાએ જાહેર જનતાને મંગળ ગ્રહ પર જીવન જીવવાનાં નુસ્ખાઓ શોધી જણાવવાં માટે પડકાર કર્યો હતો. આ પડકારને “CO2 કન્વર્જન ચેલેન્જ” નામ આપવમાં આવ્યું હતું. જેમાં નાસાએ લોકોને પૂછ્યું હતું કે એક સામાન્ય અંતરીક્ષયાત્રી લાલગ્રહ(મંગળ) પર કઈ રીતે સહજ અને સરળતાથી રહી શકે છે. મંગળ પર ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ છે, મંગળનાં કુદરતી સ્ત્રોતો અંતરીક્ષયાત્રીઓ […]

Top Stories
nasa mars નાસાએ મંગળ પર જીવનના નુસ્ખા શોધી આપવા જાહેર જનતાને આપી ચેલેન્જ

 

નાસાએ જાહેર જનતાને મંગળ ગ્રહ પર જીવન જીવવાનાં નુસ્ખાઓ શોધી જણાવવાં માટે પડકાર કર્યો હતો. આ પડકારને “CO2 કન્વર્જન ચેલેન્જ” નામ આપવમાં આવ્યું હતું. જેમાં નાસાએ લોકોને પૂછ્યું હતું કે એક સામાન્ય અંતરીક્ષયાત્રી લાલગ્રહ(મંગળ) પર કઈ રીતે સહજ અને સરળતાથી રહી શકે છે.

મંગળ પર ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ છે, મંગળનાં કુદરતી સ્ત્રોતો અંતરીક્ષયાત્રીઓ માટે કઈ રીતે લાભદાયક થઇ શકે તેના પર કંપની કામ કરી રહી છે. નાસાએ લોકોને ચેલેન્જ આપી હતી કે મંગળ પરનાં કાર્બન ડાયોક્સાઈ વાયુને સંયોજનમાં (કમ્પાઉન્ડ) કઈ રીતે પરિવર્તન કરવું જેના માધ્યમે મંગળ લોકો માટે ઉપયોગી બની શકે.

પહેલું ચેલેન્જ ગ્લુકોઝ પર કેન્દ્રિત છે. આ પહેલા તબક્કાને ટીમ દ્વારા તેની ડિઝાઇન અને સ્પષ્ટીકરણ કરતી બાબતોને સબમિટ કરાવવાની રહેશે. જેના માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને 50 હજાર અમેરિકન ડોલરનું પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.

જયારે બીજા તબક્કામાં નાસા ભાગ લેતી તમામ ટીમને પ્રથમ તબક્કામાં દર્જ કરાવેલી બાબતોને માધ્યમે પોતાનો પ્રયોગ સિદ્ધ કરી બતાવવાની ચેલેન્જ આપશે. આ તબક્કામાં જીતેલી ટીમને 7 લાખ 50 હજાર અમેરિકન ડોલરનું પુરસ્કાર આપવામાં આવશે.

આ ચેલેન્જનું રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. જેથી ભાગ લેતા લોકોને પોતાનું નામ 28 ફેબ્રુઆરી 2019 સુધીમાં સબમિટ કરાવી દેવાનું રહેશે. જયારે આ પ્રતિયોગીતાનાં વિજેતાની ઘોષણા એપ્રિલ 2019 માં કરવામાં આવશે.