Covid-19/ રવિવારની સરખામણીએ આજે 4 ટકા ઓછા નોંધાયા કોરોનાનાં કેસ, જાણો પૂરી વિગત

સતત વધી રહેલા કોરોનાનાં કેસમાં આજે (સોમવાર) બ્રેક વાગી છે. જો કે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દેશમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે પણ દેશમાં 2.50 લાખથી વધુ કોરોનાનાં કેસ જોવા મળ્યા છે.

Top Stories India
કોરોના કેસ

સતત વધી રહેલા કોરોનાનાં કેસમાં આજે (સોમવાર) બ્રેક વાગી છે. જો કે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દેશમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે પણ દેશમાં 2.50 લાખથી વધુ કોરોનાનાં કેસ જોવા મળ્યા છે. જો કે તે રવિવાર કરતા 4 ટકા ઓછો છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં દુનિયાનાં 10 અમીરોની ધનરાશિ થઇ ડબલ : રિપોર્ટ

દેશમાં કોરોનાનાં કેસમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાનાં 2,58,089 કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં દૈનિક કેસોમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોનાનાં 2,71,202 કેસ નોંધાયા હતા. આ સાથે, છેલ્લા 24 કલાકમાં દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 8,209 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં ઓમિક્રોનનાં કેસોમાં 6.02 ટકાનો વધારો થયો છે. કોરોનાનાં કારણે છેલ્લા 24 કલાકમાં 385 મોત પણ નોંધાયા છે. જો કે દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સક્રિય કેસ વધીને 16,56,341 થઈ ગયા છે, જ્યારે એક દિવસ પહેલા દેશમાં માત્ર 15,50,377 એક્ટિવ કેસ હતા. દેશમાં એક્ટિવ કેસ હાલમાં કુલ કેસનાં 4.43 ટકા છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે, હાલમાં તે ઘટીને 94.27 ટકા પર આવી ગયો છે.

આ પણ વાંચો – સાવધાન! / ટ્રાફિક પોલીસે જાહેર કર્યુ એલર્ટ, જો અવગણશો તો થઇ શકે છે મોટું નુકસાન

કોરોના સંક્રમણની વચ્ચે સૌથી સારી બાબત એ છે કે લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકો સાજા થયા છે, જે બાદ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,52,37,461 થઈ ગઈ છે. ઉપરાંત, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 19.65 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વધીને 14.41 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 157.20 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 70.37 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 13,13,444 તપાસ કરવામાં આવી છે.