Not Set/ કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં દુનિયાનાં 10 અમીરોની ધનરાશિ થઇ ડબલ : રિપોર્ટ

દુનિયાભરમાં કોરોનાનાં કારણે લોકોની આર્થિક રીતે કમર તૂટી ગઇ છે. ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જેમણે આ ખતરનાક સમયગાળામાં પણ પોતાની ધનરાશિ સતત વધારી છે.

Top Stories Business
કેરોનામાં અમીરોની ધનરાશિ થઇ ડબલ

દુનિયાભરમાં કોરોનાનાં કારણે લોકોની આર્થિક રીતે કમર તૂટી ગઇ છે. ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જેમણે આ ખતરનાક સમયગાળામાં પણ પોતાની ધનરાશિ સતત વધારી છે. જેમા એ નામો છે જેને તમે જાણો જ છો.

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

કોરોનાવાયરસ મહામારીનાં આ બે વર્ષમાં વિશ્વનાં 10 સૌથી ધનિક લોકોની સંપત્તિ બમણી થઈ ગઈ છે. સોમવારે સામે આવેલા એક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે આ બે વર્ષમાં દુનિયાનાં સૌથી ધનિકોની સંપત્તિ બમણી થઈ ગઈ છે, તો બીજી તરફ દુનિયામાં ગરીબી અને અસમાનતા વધુ વધી ગઈ છે. Oxfam નાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વનાં 10 સૌથી ધનિક લોકોની સંપત્તિ $700 બિલિયનથી વધીને $1.5 ટ્રિલિયન થઈ ગઈ છે. એટલે કે, તેમની સંપત્તિ દરરોજ સરેરાશ 1.3 બિલિયન ડોલરનાં દરે વધી હતી. આ અહેવાલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે આયોજિત વર્ચ્યુઅલ મિની-સમિટમાં બ્રીફિંગમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વૈશ્વિક ગરીબીને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા Oxfam એ અહેવાલ આપ્યો છે કે, પાછલા 14 વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે, એટલે કે 1929 માં જે વોલ સ્ટ્રીટ ક્રેશ થયુ હતુ, ત્યારબાદ 2008માં વૈશ્વિક મંદી આવી હતી, તે પછી પણ, છેલ્લા 14 વર્ષમાં તેમની સંપત્તિમાં એટલો વધારો થયો નથી. રિપોર્ટમાં આ અસમાનતાને ‘આર્થિક હિંસા’ તરીકે વર્ણવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ અસમાનતા વિશ્વભરમાં સ્વાસ્થ્ય સુવિધાઓનાં અભાવ, લિંગ-આધારિત હિંસા, ભૂખમરો અને આબોહવા પરિવર્તનને કારણે દરરોજ લગભગ 21,000 મૃત્યુનું કારણ બને છે.

જો તમે ફોર્બ્સ મેગેઝિનનાં ટોપ 10 સૌથી અમીર લોકોની યાદી જુઓ છો, તો તે કંઈક આ રીતે છે-

ટેસ્લા અને સ્પેસએક્સ ચીફ એલોન મસ્ક,
એમેઝોનનાં જેફ બેઝોસ,
ગૂગલનાં સ્થાપકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન
ફેસબુકનાં માર્ક ઝુકરબર્ગ,
માઇક્રોસોફ્ટનાં ભૂતપૂર્વ સીઇઓ બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર,
ઓરેકલનાં ભૂતપૂર્વ સીઈઓ લેરી એલિસન
યુએસ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ
ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ LVMH નાં બર્નાર્ડ અર્નો

આ પણ વાંચો – અર્થવ્યવસ્થા / પાકિસ્તાન થયુ કંગાળ, છેલ્લા ચાર વર્ષમાં વિદેશી દેવાની ચુકવણીમાં 399 ટકાનો થયો વધારો

આ મહામારીમાં, 160 મિલિયન લોકો ગરીબીની ખાઈમાં વધુ ઊંડે ઉતરી ગયા છે, જેની સૌથી વધુ અસર બિન-શ્વેત લઘુમતી જાતિનાં લોકો અને મહિલાઓ પર પડી છે. Oxfam વૈશ્વિક રસીકરણ ઉત્પાદન, સુધારેલા આરોગ્ય સુવિધાઓ, લિંગ-આધારિત હિંસા નાબૂદી અને આબોહવા પરિવર્તનને સંબોધવા કરવેરામાં સુધારાની હિમાયત કરે છે.