Tunisha Sharma suicide case: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં હવે તેનો કથિત બોયફ્રેન્ડ શિઝાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે બોયફ્રેન્ડ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે તુનીશાએ શનિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે તુનીશાની માતાએ શિજાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જ તુનીશાએ શિઝાન સાથે એક પોસ્ટ શેર કરી અને તેને દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ ગણાવી. તેમની આ પોસ્ટ બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. શિજાન પર માતાનો આરોપ તુનીશાના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
તેની માતાએ અભિનેતા શિઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ ફરિયાદ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીં સીરિયલ અલીબાબા ચાલી રહી છે. સિરિયલમાં કામ કરનાર તુનિષા શર્માએ આજે સેટ પર આત્મહત્યા કરી લીધી છે. તેની માતાએ ફરિયાદ આપી છે. પોલીસે તેના પર આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે માતાનો આરોપ છે કે શિજાને તુનીશાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિઝાન અને તુનીષા સીરિયલ ‘અલીબાબા’માં કામ કરતા હતા. પોલીસે તુનિષા ગર્ભવતી હોવાની અફવાઓને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે હજુ સુધી આવી કોઈ માહિતી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તુનિષાના સંબંધીઓએ શિજાન પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે તુનિષાને હેરાન કરતો હતો. સંબંધીઓએ પોલીસને પણ આ વાત જણાવી છે.
ઉલ્લેખનીય છે કે તુનિષાએ તેની કો-સ્ટાર શીઝાનના મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી. જ્યારે શીજાન મેક-અપ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે ઘણી વાર બૂમો પાડી, ત્યાર બાદ તેણે મેક-અપ રૂમનો દરવાજો તોડ્યો, તો તુનિષા મૃત હાલતમાં મળી આવી. તુનિષા શર્માએ ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તો અચાનક તેની આત્મહત્યાના સમાચારે ચાહકોને ચૌંકાવ્યા છે. તુનિષાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ અફસોસ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.