Covid-19/ રાજ્યનાં વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત, સરકારની વધી ચિંતા

દેશમાં જેમ જેમ કોરોનાનાં કેસનો આંક ઉપર જઇ રહ્યો છે, તેમ નેતા અને અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતનાં વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત થયા છે.

Top Stories Gujarat Others
સૌરભ પટેલ કોરોના સંક્રમિત
  • ગુજરાતના વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત
  • પૂર્વ ઉર્જા પ્રધાન સૌરભ પટેલને કોરોના
  • સૌરભ પટેલ હાલ હોમ આઈસોલેટ થયા
  • ભાજપના અનેક લોકો સંક્રમિત થતા ચિંતા

દેશમાં જેમ જેમ કોરોનાનાં કેસનો આંક ઉપર જઇ રહ્યો છે, તેમ નેતા અને અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતનાં વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો – સાવધાન! / ટ્રાફિક પોલીસે જાહેર કર્યુ એલર્ટ, જો અવગણશો તો થઇ શકે છે મોટું નુકસાન

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસનો આંકડો હવે હજારોમાં આવી રહ્યો છે. આ વાયરસથી રાજ્યનાં મોટા ભાગનાં નેતાઓ સંક્રમિત થયા છે. હવે તેમા વધુ એક નામ સૌરભ પટેલનું જોડાઇ ગયુ છે. રાજ્યનાં પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ સૌરભ પટેલ હાલમાં હોમ આઈસોલેટ થઇ ગયા છે. એવુ નથી કે આ પહેલા નેતા છે કે જેઓ કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા ભાજપનાં જ અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં હવે 10 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યનાં તમામ જિલ્લામાં કોરોના ઝડપથી પ્રસરી ચૂક્યો છે. તેવામાં હવે ભાજપનાં નેતાઓ એક પછી એક કોરોના સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે. રાજ્યનાં અનેક નેતા, ધારાસભ્ય, મંત્રી અને કાર્યકર્તાઓને કોરોનાનું સંક્રમણ થયું છે. ઉતરાયણનાં પર્વ પર રાજ્યનાં મંત્રી અને પૂર્વ રાજ્યપાલને કોરોના થયાનું સામે આવ્યું હતું. જેમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કોરોના પોઝિટીવ મળી આવ્યા હતા. હવે પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ તેમનો પૂરો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. તેઓ પોતાના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / કોરોનાનાં 21 મહિનામાં દેશમાં લાખો બાળકો થયા અનાથ, ગુજરાત ત્રીજા ક્રમે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રવિવારે કોરોનાનાં 10,150 કેસ નોંધાયા હતા અને રાજ્યમાં કોરોનાથી આ સમયગાળામાં 8 દર્દીઓનાં મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 3,264 કેસ, સુરત શહેરમાં 2,464, વડોદરામાં 1,151 કેસ,રાજકોટમાં 378, વલસાડમાં 283 કેસ,ગાંધીનગરમાં 203, ભરૂચમાં 130 કેસ, સુરત ગ્રામ્યમાં 293, ભાવનગરમાં 322 કેસ, જામનગરમાં 202, કચ્છમાં 157 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 63,610 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 9,22,750 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,52,471 હોવાનું જાણવા મળ્યું છે.