Crime/ જમાલપુરમાં શાકભાજીના લુંટેરા વધ્યા, અઠવાડિયામાં બીજી વખત થઇ લૂંટની ઘટના

જમાલપુર શાક માર્કેટમાં રોજના 1000થી પણ વધારે લોકો રોજગારી મેળવવા માટે આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માર્કેટની આસપાસ પાથરણા લગાવીને શાકભાજીનું વેચાણ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલુંજ નહીં ટ્રકમાંથી શાકભાજીની બોરીઓ ઉતારીને તેને દુકાનમાં જમાવવા અને દુકાનમાંથી પાછું ટ્રકમાં ભરવા માટે દુકાનના શેઠિયાઓ કમિશન પેટે મજૂરોને રાખીને તેમને રોજગારી પુરી […]

Ahmedabad Gujarat
content image 9767cba8 e600 4eb5 bc41 a8dc880a0fb3 જમાલપુરમાં શાકભાજીના લુંટેરા વધ્યા, અઠવાડિયામાં બીજી વખત થઇ લૂંટની ઘટના

જમાલપુર શાક માર્કેટમાં રોજના 1000થી પણ વધારે લોકો રોજગારી મેળવવા માટે આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માર્કેટની આસપાસ પાથરણા લગાવીને શાકભાજીનું વેચાણ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલુંજ નહીં ટ્રકમાંથી શાકભાજીની બોરીઓ ઉતારીને તેને દુકાનમાં જમાવવા અને દુકાનમાંથી પાછું ટ્રકમાં ભરવા માટે દુકાનના શેઠિયાઓ કમિશન પેટે મજૂરોને રાખીને તેમને રોજગારી પુરી પાડે છે. માકેટમાં રોજ કમાવીને રોજ ખાવવાની સંખ્યા જેટલી નથી તેના કરતા વધારે તો માર્કેટમાં ગુંડાઓની સંખ્યા સામને આવી રહી છે.

અગાઉ માર્કેટમાં સામાન્ય બોલાચાલીમાં મારામારીના કિસ્સા બનતા હતા. જોકે માર્કેટમાં ધોળા દિવસે શાકભાજીની પણ લૂંટ થવા લાગી છે. બે ત્રણ દિવસ પહેલા પણ રમજાની નામના અસામાજિક તત્વએ ગરીબ મજૂરના હાથમાંથી 700 રૂપિયાની શાકભાજી લૂંટીને ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને ગણતરીના કલાકોમાં પકડી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજી આ બનાવની શાહી સુખાઈ પણ નથી ને ત્યાં અઠવાડિયાની અંદરજ બીજી વખત શાકભાજીની લૂંટની ઘટના સામને આવી છે.

શાહરુખ મેમણ નામની વ્યક્તિએ ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે કે જયપુરથી વટાણાની બોરીઓ ટ્રકમાં આવી હતી અને તેમની દુકાને રાત્રે બે વાગ્યાની આસપાસ વટાણાની બોરીઓને ટ્રકમાંથી ખાલી કરીને તેને દુકાનમાં જમાવી જ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા ઈસમો તેમની દુકાન પાસે આવીને ત્રણેય ઈસમોએ બળજબરી પૂર્વક વટાણાની બોરી લૂંટ ચલાવાની કોશિશ કરી હતી. જેમાં દુકાનદારે બોરી ખેંચીને ન લઇ જવાનું કહેતા ત્રણેય ઈસમોએ તેમની વાત ન સાંભળીને વટાણાની બોરી લઈને તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.દુકાનદારે આ મામલે ત્રણ અજાણ્યા ઈસમો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક જ અઠવાડિયામાં બીજી વખત શાકભાજીની લૂંટની ઘટના ઘટી છે. દુકાનદારો અને મજૂરોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કે કારણકે પોલીસની ઢીલી કામગીરીને કારણે માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક ખુબજ વધી ગયો છે. જાણે કે માર્કેટ અસામાજિક તત્વોનો ગઢ બનતી જઈ રહી હોય તેમ ગુનાહિત પ્રવુતિઓના કિસ્સા એક પછી એક સામને આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…