Not Set/ ગુજરાત હાઈકોર્ટની બહાર લાગ્યા સ્વચ્છતાના પોસ્ટર, AMCના અધિકારીઓ નિદ્રામાં

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટની બહારથી એક એવી ઘટના સામે આવી છે, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે બેદરકારીના સવાલો ઉભા થયા છે. હકીકતમાં, ગુજરાત હાઈકોર્ટના પરિસરની બહાર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સ્વચ્છતા અંગેના હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, લોકોમાં ચર્ચા થઇ રહી છે કે, રાતોરાત જ કોઈક દ્વારા આ હોર્ડિંગ લગાવાયા છે. જો કે […]

Top Stories Ahmedabad Gujarat Trending
IMG 20190116 165822 ગુજરાત હાઈકોર્ટની બહાર લાગ્યા સ્વચ્છતાના પોસ્ટર, AMCના અધિકારીઓ નિદ્રામાં

અમદાવાદ,

ગુજરાત હાઈકોર્ટની બહારથી એક એવી ઘટના સામે આવી છે, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે બેદરકારીના સવાલો ઉભા થયા છે.

હકીકતમાં, ગુજરાત હાઈકોર્ટના પરિસરની બહાર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સ્વચ્છતા અંગેના હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.

IMG 20190116 165834 1 ગુજરાત હાઈકોર્ટની બહાર લાગ્યા સ્વચ્છતાના પોસ્ટર, AMCના અધિકારીઓ નિદ્રામાં

મળતી માહિતી મુજબ, લોકોમાં ચર્ચા થઇ રહી છે કે, રાતોરાત જ કોઈક દ્વારા આ હોર્ડિંગ લગાવાયા છે. જો કે આ હોર્ડિંગની ખાસ વાત એ છે કે, આ અંગે પોતે હાઇકોર્ટના સત્તાવાળા પણ અજાણ છે તેમજ AMCના અધિકારીઓ પણ ઘોર નિંદ્રામાં છે.

આ હોર્ડિંગમાં લખવામાં આવ્યું છે કે, “કચરો જ્યાં ત્યાં ન નાખવો, અમદાવાદ સંકલ્પબદ્ધ છે. વિવિધ જગ્યાઓએ સૂકા કચરા અને ભીના કચરાના દસ્ટબિન અલગ અલગ જગ્યાએ ઉપલબ્ધ છે.

હાઈકોર્ટની બહાર રાતોરાત હોર્ડિંગ લગાવ્યા બાદ હવે સવાલો ઉભા થયા છે કે, સ્વચ્છતાના નામે હાઇકોર્ટની બહાર હોર્ડિંગ લગાવું કેટલું વ્યાજબી ? તેમજ આ કારણે ઉચ્ચ ન્યાયલયની ગરિમાને ભૂલીને આ કાર્ય કરાયું હોવાની ચર્ચા વેગવંતી બની છે.