Not Set/ સિંહોના અકાળે મોત મામલે રેલવે વિભાગનું હાઇકોર્ટમાં સોગંદનામું,વધુ સુનાવણી આગામી ફેબ્રુઆરીમાં

અમદાવાદ, રાજ્યમાં સિંહોના રક્ષણ માટે ખાસ નીતિ બનાવવાની માંગણી સાથે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ હતી.જેમાં ગિરનાર અભયારણ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રવાસન નીતિને હાઇકોર્ટમાં પડકારાઇ હતી. દેશમાં વાઘ કરતા સિંહોની સંખ્યા ઓછી હોવા છતાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારે નીતિ નહીં બનાવી હોવાની જાહેરહીતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. ભારત સરકારે […]

Top Stories Gujarat Others
એશિયાટિક સિંહો

અમદાવાદ,

રાજ્યમાં સિંહોના રક્ષણ માટે ખાસ નીતિ બનાવવાની માંગણી સાથે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ હતી.જેમાં ગિરનાર અભયારણ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રવાસન નીતિને હાઇકોર્ટમાં પડકારાઇ હતી.

દેશમાં વાઘ કરતા સિંહોની સંખ્યા ઓછી હોવા છતાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારે નીતિ નહીં બનાવી હોવાની જાહેરહીતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી.

ભારત સરકારે વાઘના સંરક્ષણ માટે નીતિ બનાવી પણ રાજ્ય સરકારે સિંહોના સંરક્ષણ માટે નીતિ નથી બનાવી તેવો આક્ષેપ અરજદાર દ્વારા લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં નેશનલ લેવલ બનાવવા અરજદારની માંગણી હતી.

સિંહોનું સંરક્ષણ થાય અને પ્રવાસન પણ બને તે માટે યુનિફોર્મ પોલીસીની અરજદારે માંગણી કરી હતી.પીપાવાવ પોર્ટમાં માલસામાનની હેરફેર કરતી વખતે  ઘણીવાર સિંહો અડફેટમાં આવી જતા હોવાની વાતને પણ રેલવે મંત્રાલય સ્વીકારી હતી.

સિંહોના આવનજાવનના માર્ગમાં ઈમરજન્સી બ્રેક ઉપયોગ કરવાનું નિર્દેશો આપ્યા હોવાનું રેલવે મંત્રાલય નું નિવેદન આપવામાં આવ્યું હતું.

અભયારણ્ય વિસ્તારમાં 45 કિમી પ્રતિ કલાક થી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવા અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. સિંહોના અકાળે મોતના મામલે રાજ્ય સરકાર પણ પોતાનું સોગંદનામું રજૂ કરશે.