PM Modi Visit/ આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ

ચાના બગીચાની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ત્યાંના ચાના બગીચા વિશે પણ માહિતી લીધી હતી. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો પણ શેર કરી હતી.

Top Stories India
YouTube Thumbnail 2024 03 09T160632.413 આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ

પીએમ મોદી આજે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. આ ક્રમમાં, વહેલી સવારે તેમણે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી. આ સાથે તેમણે કાઝીરંગા નેશનલ પાર્કના અન્ય પ્રાણીઓની તસવીરો પણ શેર કરી હતી. કાઝીરંગા પછી પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું. PMએ પૂર્વોત્તરના કેટલાક રાજ્યો માટે રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમ મોદી ફરી આસામ પહોંચ્યા અને લચિત બોરફૂકનની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ હવે પીએમ મોદી ચાના બગીચામાં પહોંચ્યા છે.

ચાના બગીચાની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ત્યાંના ચાના બગીચા વિશે પણ માહિતી લીધી હતી. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો પણ શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર ચાના બગીચાઓની તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘આસામ તેના ભવ્ય ચાના બગીચા માટે જાણીતું છે અને આસામની ચાએ આખી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હું નોંધપાત્ર ચાના વાવેતર સમુદાયની પ્રશંસા કરવા માગુ છું, જે સમગ્ર વિશ્વમાં આસામની પ્રતિષ્ઠા વધારીને સખત મહેનત કરી રહી છે. હું પ્રવાસીઓને રાજ્યની મુલાકાત દરમિયાન આ ચાના બગીચાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું.

લચિત બોરફૂકન પ્રતિમાનું લોકાર્પણ

આ પહેલા પીએમ મોદીએ શનિવારે જોરહાટમાં અહોમ કમાન્ડર લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને ટોક નજીક હોલોંગાપર ખાતે લચિત બોરફૂકન મૈદમ વિકાસ પ્રોજેક્ટ ખાતે ‘સ્ટેચ્યુ ઓફ વીર’નું અનાવરણ કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા અરુણાચલ પ્રદેશથી જોરહાટ પહોંચેલા પીએમ મોદી પરંપરાગત ડ્રેસ અને પાઘડી પહેરીને આવ્યા હતા. તેમણે પ્રતિમાનું અનાવરણ કરવા માટે અહોમ સમુદાયની ધાર્મિક વિધિ પણ કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા પણ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ

આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’

આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી

આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા